માર્ચ, 2022માં ધિરાણની માગ વાર્ષિક ધોરણે 40 ટકા વૃદ્ધિ સાથે ઓલ-ટાઇમ હાઈ પર પહોંચી

મુંબઈઃ ટ્રાન્સયુનિયન સિબિલે એના ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટર (સીએમઆઇ)ની લેટેસ્ટ એડિશનમાંથી તારણો જાહેર કર્યા હતા. આ તારણોમાં દર્શાવવામાં આવ્યું હતું કે, ભારતના રિટેલ ધિરાણ ઉદ્યોગનો સતત સુધારો મજબૂત ફંડામેન્ટલ્સ પર નિર્મિત છે. નોંધપાત્ર બાબત એ છે કે, રિટેલ ધિરાણની સ્થિતિના વિશ્વસનિય અને સમકાલીન માપદંડ સાથે ભારતના ધિરાણ ઉદ્યોગને પ્રદાન કરવા ડિઝાઇન કરેલો સીએમઆઇ વૃદ્ધિ તરફ અગ્રેસર છે અને માર્ચ, 2020 (94)માં જોવા મળેલા સ્તરને માર્ચ, 2022 (92)માં દર્શાવે છે. માર્ચ, 2020 મહામારીની સંપૂર્ણ અસર અગાઉનો છેલ્લો મહિનો હતો (આ મહિનાના અંતે ભારતમાં પહેલું લોકડાઉન લાગ્યું હતું). ટ્રાન્સયુનિયન સિબિલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રાજેશ કુમારે કહ્યું હતું કેઃ “અમે અમારા હેડલાઇન સીએમઆઇ માપમાં સાધારણ વધારો કરવાની સાથે ધિરાણની ચુકવણીમાં ચૂકમાં ઘટાડો, ધિરાણની વધારે સર્વસમાવેશકતા તથા ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં ધિરાણની વૃદ્ધિ પણ જોઈ છે. આ ફંડામેન્ટલ્સ ભવિષ્યની વૃદ્ધિ અને ભારતના ધિરાણ બજારના સતત વધારા માટે માટે પાયારૂપ છે.

માર્ચ, 2022માં વાર્ષિક ધોરણે તમામ પ્રકારના ધિરાણોમાં વધારો થયો હતો તથા ખાનગી બેંકો (47 ટકામાં વધારો)માં સૌથી વધુ સુધારો થયો હતો, ત્યારબાદ એનબીએફસી (નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ – 42 ટકાનો વધારો)માં વધારો થયો હતો. સરકારી બેંકોએ પ્રમાણમાં ઓરિજિનેશન્સ (હજુ પણ 17 ટકા વધારે)માં વધારો રેકોર્ડ કર્યો હોવા છતાં આ કેટેગરીમાં ધિરાણકારોની બાકી નીકળતી રકમમાં સૌથી વધુ વધારો થયો છે. માર્ચ, 2022માં 14 ટકાનો વધારો (ખાનગીઃ 14 ટકા, એનબીએફસીઃ 20 ટકા). નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પર્સનલ લોન ઓરિજિનેશનમાં 125 ટકાનો વધારો થયો હતો, ક્રેડિટ કાર્ડમાં 59 ટકાનો અને કન્ઝ્યુમર ડ્યુરેબ્લ લોન્સમાં 21 ટકાનો વધારો થયો હતો.

ટેબલ 1: બેલેન્સ-સ્તરની ચૂકમાં વાર્ષિક ધોરણે સુધારો

ઉત્પાદન90+ ડે-પાસ્ટ-ડ્યુ બેલેન્સ-લેવલ ચૂકનો દરવાર્ષિક ધોરણે ફેરફારબેસિસ પોઇન્ટ્સ (બીપીએસ)
હોમ લોન1.17%-67
LAP2.92%-108
ઓટો લોન0.98%-43
ટૂ-વ્હીલર લોન2.45%-135
પર્સનલ લોન0.86%-54
ક્રેડિટ કાર્ડ2.03%-88
કન્ઝ્યુમર ડ્યુરેબ્લ લોન1.55%-168

સ્તોત્ર: ટ્રાન્સયુનિયન સિબિલ કન્ઝ્યુમર ક્રેડિટ ડેટાબેઝ.

ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં ભાગીદારી વધતાં નાણાકીય સર્વસમાવેશતામાં વધારો

રિકવરીની સતત ખાસિયત ધિરાણમાં સંવર્ધિત પહોંચ ધરાવે છે. વિસ્તારો, જાતિ અને વસ્તીજન્ય જૂથો, ધિરાણની પહોંચ એમ તમામમાં બૃહદ્ નાણાકીય સર્વસમાવેશકતાથી સંચાલિત – ધિરાણમાં સક્રિય પુખ્ત લોકોની ટકાવારી – માર્ચ, 2022માં 21 ટકાથી વધારે વધી છે, જે માર્ચ, 2020માં 18 ટકાથી વધારે છે. જ્યારે ભૌગોલિક નાણાકીય સર્વસમાવેશકતા તરફ નજર કરીએ છીએ, ત્યારે ગ્રામીણ અને અર્ધશહેરી ઋણધારકોમાં વધારો મહત્વપૂર્ણ છે. લેટેસ્ટ માર્ચ સીએમઆઇ દર્શાવે છે કે, સંયુક્તપણે આ જૂથો હવે પૂછપરછના વોલ્યુમમાં લગભગ અડધોઅડધ (47 ટકા) હિસ્સો ધરાવે છે – જે નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 41 ટકાથી અને નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 45 ટકાથી વધારે છે.