જેએસડબ્લ્યૂ સ્ટીલનો નફો 86 ટકા ઘટ્યો, નિકાસો 26 ટકા ઘટી

મોંઘવારી, સપ્લાય અડચણોની અસર મેટલ ઈન્ડસ્ટ્રીને શેર ત્રિમાસિક 24 ટકા તૂટ્યો, લોંગ ટર્મ આઉટલૂક બુલિશ

ટોચની સ્ટીલ ઉત્પાદક જેએસડબ્લ્યૂએ જૂન ત્રિમાસિકના અંતે પૂર્ણ થતાં પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 838 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 5904 કરોડ સામે 85.8 ટકા ઘટ્યો છે. માર્ચ ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 3234 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. વૈશ્વિક સ્તરે નબળી માગના કારણે નિકાસો 26 ટકા ઘટી 2.88 મિલિયન ટન થઈ છે. આવકો 32 ટકા વધી 38086 કરોડ (રૂ. 28902 કરોડ) થઈ છે.

શેરની સ્થિતિઃ

માર્કેટ પડકારો વચ્ચે કંપનીનો શેર એપ્રિલમાં 736.70થી ખૂલી જૂનના અંતે 23.55 ટકા ઘટી 563.20 પર બંધ રહ્યો હતો.

સ્ટીલ વપરાશ 6 ટકા ઘટ્યો

કંપનીના સ્ટીલની માગ જૂન ત્રિમાસિકમાં 5.6 ટકા ઘટી 27.36 મિલિયન ટન રહેતાં ઉત્પાદન 25 ટકા ઘટ્યા હતાં.

લોંગ ટર્મ આઉટલૂકઃ

પરિણામોના પગલે બીએસઈ ખાતે શેર 0.99 ટકા (5.85 પોઈન્ટ) તૂટી 582.35 પર બંધ રહ્યો હતો. ટેક્નિકલ ઈન્ડિકેટરમાં સાપ્તાહિક અને માસિક વલણ બેરિશ જોવા મળી રહ્યુ છે. જો કે, લોંગ ટર્મ આઉટલૂક બુલિશ રહેવાનો અંદાજ છે.

નેગેટીવ પરિણામના કારણો એક નજરે

–    એક્સપોર્ટ ડ્યૂટી–    વૈશ્વિક માગ નબળી
–    રો મટિરિયલ્સના ભાવોમાં વધારો–    સપ્લાય ચેઈનમાં પડકારો વધ્યાં

ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મજબૂત માગ કંપનીને વેગ આપશે

વર્તમાન મોંઘવારીને અંકુશમાં લેવા સ્ટીલ પર કામચલાઉ એક્સપોર્ટ ડ્યૂટી લાદવામાં આવી છે. વૈશ્વિક સ્તરે ભાવો ઘટ્યા છે. ફુગાવો નિયંત્રણમાં આવ્યા બાદથી સેક્ટરના માર્જિન વધશે. વધુમાં ઓટો, કંસ્ટ્રક્શન, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટમાં મજબૂત માગ સ્ટીલના વપરાશને વેગ આપશે. આગામી ત્રિમાસિકમાં પરિણામ પોઝિટીવ રહેવાનો આશાવાદ છે.