CORPORATE RESULTS AT A GLANCE
તાતા પાવરના Q1FY23 ચોખ્ખા નફામાં 90 ટકા વૃદ્ધિ
તાતા પાવર લિ.એ જૂન-22નાં અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 90 ટકા વૃદ્ધિ સાથે રૂ. 884 કરોડ (રૂ. 466 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 48 ટકા વધી રૂ. 14776 કરોડ (રૂ. 9974 કરોડ) થઇ છે. જ્યારે EBITDA 11 ટકા ઘટાડા સાથે રૂ. 2107 કરોડ (રૂ. 2365 કરોડ) નોંધાવ્યો છે.
Performance Snapshots (in crores)
Consolidated | Q1 FY23 | Q1 FY22 | YoY% | Q4 FY22 | QoQ% |
Revenue | ₹14,776 | ₹9,974 | 48% | ₹12,085 | 22% |
EBITDA | ₹2,107 | ₹2,365 | (11%) | ₹2,253 | (6%) |
Reported PAT | ₹884 | ₹466 | 90% | ₹632 | 40% |
સિમ્ફનીનો જૂન ક્વાર્ટર ચોખ્ખો નફો 379 ટકા વધ્યો, રૂ. 2 ડિવિડન્ડ
અમદાવાદઃ સિમ્ફની લિ.એ જૂન-22ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 379 ટકા વૃદ્ધિ સાથે રૂ. 29 કરોડ (રૂ. 6 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 43 ટકા વધી રૂ. 329 કરોડ (રૂ. 230 કરોડ) થઇ છે. કંપનીએ શેરદીઠ રૂ. 2 ડિવિડન્ડ જાહેર કર્યું છે.
Particulars | Consolidated | Standalone (₹ Crores) | ||||
Qtr June22 | QtrJune21 | YoY Gr(%) | QtrJune22 | QtrJune21 | YoY(%) | |
Revenue | 329 | 230 | 43% | 208 | 104 | 99% |
Gross Margin(%) | 45.6% | 43.5% | 210 bps | 50.6% | 47.6% | 300bps |
Profit After Tax | 29 | 6 | 379% | 25 | 7 | 260% |
EPS (₹) | 4.21 | 0.87 | 381% | 3.64 | 0.99 | 269% |
લાર્સન એન્ડ ટૂબ્રોનો ચોખ્ખો નફો 45 ટકા વધ્યો
મુંબઇઃ લાર્સન એન્ડ ટુબ્રોએ જૂન-22ના અંતે પુરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 45 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1702 કરોડ (રૂ. 1174.44 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 22 ટકા વધી રૂ. 35853 કરોડ (રૂ. 29334.73 કરોડ) નોંધાવી છે. કંપનીની શેરદીઠ કમાણી રૂ. 12.11 (રૂ. 8.36) થઇ છે.