Upcoming SME IPO: આગામી સપ્તાહે પાંચ IPO ખૂલશે, SME સેગમેન્ટનો સૌથી મોટો રૂ. 189 કરોડનો ઈશ્યૂ 15 માર્ચે
અમદાવાદ, 10 માર્ચઃ SME સેગમેન્ટમાં આગામી સપ્તાહે 11થી 15 માર્ચ દરમિયાન કુલ રાંચ આઈપીઓ લોન્ચ થવાના છે. આ પાંચ આઈપીઓ માર્કેટમાંથી કુલ 296.98 રોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં અત્યારસુધીનો સૌથી મોટો એસએમઈ આઈપીઓ કેપી ગ્રી એન્જિનિયરિંગ લિમિટેડ પણ 15 માર્ચે ખૂલી રહ્યો છે. કેપી ગ્રીન એસએમઈ આઈપીઓ હેઠલ રૂ. 189.50 કરોડનું ફંડ એકત્ર કરવા જઈ રહી છે. આ સિવાય અન્ય પાંચ આઈપીઓમાંથી 3 એસએમઈ એનએસઈ એસએમઈ અને 2 એસએમઈ બીએસઈ એસએમઈ ખાતે લિસ્ટિંગ કરાવશે.
KP Green Engineering IPO
કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. એસએમઈ સેગમેન્ટનો સૌથી વધુ ઈશ્યૂ સાઈઝ ધરાવતો આઈપીઓ લાવી રહી છે. કંપની રૂ. 137-144ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 189.50 કરોડનું ફંડ એકત્ર કરશે. ઈશ્યૂ 15થી 19 માર્ચ દરમિયાન યોજાશે. જેનુ લિસ્ટિંગ બીએસઈ એસએમઈ ખાતે 22 માર્ચે થશે. માર્કેટ લોટ 1000 શેર્સ માટે અરજી કરવાની રહેશે. 2001માં સ્થાપિત સુરતની કેપી ગ્રીન એન્જિનિયરિંગ ફેબ્રિકેટેડ અને હોટ-ડીપ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. ગ્રે માર્કેટમાં રૂ. 90 પ્રીમિયમ છે.
AVP Infracon Ltd. IPO
એવીપી ઈન્ફ્રાકોન લિ. રૂ. 71-75ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 52.34 કરોડનો એસએમઈ આઈપીઓ 13થી 15 માર્ચ દરમિયાન યોજશે. જેના માર્કેટ લોટ 1600 શેર્સ અને લિસ્ટિંગ 20 માર્ચે એનએસઈ એસએમઈ ખાતે થશે. ગ્રે માર્કેટમાં ઈશ્યૂ માટે રૂ. 30 પ્રીમિયમ જોવા મળ્યા છે.
Singnoria Creation IPO
સિંગ્નોરિયા ક્રિએશનનો રૂ. 9.28 કરોડનો એસએમઈ આઈપીઓ 12થી 14 માર્ચે ખૂલશે. પ્રાઈસ બેન્ડ રૂ. 61-65 અને માર્કેટ લોટ 2000 શેર્સ છે. લિસ્ટિંગ એનએસઈ એસએમઈ ખાતે 19 માર્ચે થશે. ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 120 બોલાઈ રહ્યા છે.
Royal Sense IPO
રોયલ સેન્સ લિ. 12 માર્ચે રૂ. 9.86 કરોડનો આઈપીઓ લાવી રહી છે. માર્કેટ લોટ 2000 શેસ માટે અરજી કરવાની રહેશે. ઈશ્યૂ પ્રાઈસ રૂ. 68 છે. બીએસઈ એસએમઈ ખાતે 19 માર્ચે લિસ્ટિંગ કરાવશે. ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ નોંધાયા નથી.
Pratham EPC Projects IPO
પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સનો રૂ. 36 કરોડનો એસએમઈ આઈપીઓ ઈશ્યૂ 11થી 13 માર્ચે યોજાશે. ઈશ્યૂ પ્રાઈસ રૂ. 71 છે. લિસ્ટિંગ એનએસઈ એસએમઈ ખાતે 18 માર્ચે થશે. ગ્રે માર્કેટમાં રૂ. 88 પ્રીમિયમ નોંધાયા છે.
આ સપ્તાહે લિસ્ટેડ થનારા એસએમઈ આઈપીઓ
લિસ્ટિંગ તારીખ | આઈપીઓ | અંદાજિત ગેઈન |
12 માર્ચ | VR Infraspace | 18% |
13 માર્ચ | Sona Machinery | 80% |
14 માર્ચ | Koura Fine | 118% |
14 માર્ચ | Shree Karni Fabcom | 143% |
15 માર્ચ | Pune E-Stock | 96% |
SME IPOએ છેલ્લા 2 વર્ષથી આકર્ષક રિટર્ન આપવામાં સફળ રહ્યા છે. આગામી સપ્તાહે કુલ પાંચ આઈપીઓ લિસ્ટિંગ કરાવવા જઈ રહ્યા છે. જેના ગ્રે માર્કેટ પ્રીમિયમ અનુસાર, અંદાજિત લિસ્ટિંગ ગેઈન અહીં આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે, ગ્રે માર્કેટ પ્રીમિયમ એક કાલ્પનિક સટ્ટાખોરીનું માર્કેટ છે. જેના આધારે જ લિસ્ટિંગ પ્રીમિયમ મળવાની કોઈ ગેરેંટી હોતી નથી. હા, તેના પરથી આઈપીઓની ફેન્સીનો ખ્યાલ મેળવી શકાય.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)