અમદાવાદ, 27 માર્ચઃ એસએસઈ સેગમેન્ટમાં આજે 3 આઈપીઓ ખૂલ્યા છે. જેમાં યશ ઓપ્ટિક્સ એન્ડ લેન્સનો રૂ. 53.15 કરોડ, રેડિયોવાલા નેટવર્કનો રૂ. 14.25 કરોડનો, અને TAC ઈન્ફોસેકનો રૂ. 29.99 કરોડનો આઈપીઓ સામેલ છે. મેઈન બોર્ડમાં એસઆરએમ કોન્ટ્રાક્ટર્સનો આઈપીઓ જારી છે. SRM Contractors IPO માટે ગ્ર માર્કેટમાં રૂ. 90 પ્રીમિયમ ચાલી રહ્યા છે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 210 છે. આવતીકાલે રોકાણ કરવાનો અંતિમ દિવસ છે.

એસએમઈ આઈપીઓ એક નજર

Yash Optics & Lens IPO

યશ ઓપ્ટિક્સ એન્ડ લેન્સ રૂ. 75-81ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 53.15 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. માર્કેટ લોટ 1600 શેર્સ છે. ઈશ્યૂ એનએસઈ એસએમઈ ખાતે લિસ્ટેડ થશે. 27 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન આઈપીઓ યોજાશે. જેના શેર એલોટમેન્ટ 3 એપ્રિલે અને લિસ્ટિંગ 8 એપ્રિલે થશે. કંપની વિઝન કરેક્શન સોલ્યુશન્સની વિશાળ રેન્જ ઓફર કરે છે. કંપની સ્પેક્ટેકલ લેન્સ-ઓપ્ટિકલ લેન્સના મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, ડિસ્ટ્રિબ્યૂશન અને સપ્લાય કરે છે

2. Radiowalla Network IPO

રેડિયોવાલા નેટવર્ક રૂ. 72-76ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 14.25 કરોડનો આઈપીઓ લાવી છે. માર્કેટ લોટ 1600 શેર્સ માટે રૂ. 121600નું રોકાણ કરવુ પડશે. એનએસઈ એસએમઈ ખાતે લિસ્ટિંગ કરાવશે. કંપની આઈપીઓ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ ટેક્નોલોજીમાં રોકાણ ખર્ચ, મૂડી ખર્ચ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા કરશે. આઈટીસી, હિન્દુસ્તાન યુનિલીવર, એલઆઈસી, તનિષ્ક અને ઓરા જેવા ગ્રાહકો ધરાવે છે. ઈશ્યૂ ખૂલતાંની સાથે જ 1.59 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ પોર્શન 2.84 ગણો અને એનઆઈઆઈ 81 ટકા ભરાયો છે.


3. TAC Infosec IPO:

SaaS મોડલમાં સાયબર સિક્યુરિટી ક્વોન્ટિફિકેશન, પેનેટ્રેશન ટેસ્ટિંગ, એસેસમેન્ટ અને મેનેજમેન્ટ સહિત રિસ્ક-આધારિત સોલ્યુશન્સ પ્રદાન કરતી ટીએસી ઈન્ફોસેક લિ. રૂ. 29.99 કરોડનો આઈપીઓ લાવી છે. જેની પ્રાઈસ બેન્ડ રૂ. 100-106 છે. માર્કેટ લોટ 1200 શેર્સ છે. ઈશ્યૂ અત્યારસુધીમાં કુલ 2.61 ગણો ફુલ્લી સબ્સક્રાઈબ થઈ ચૂક્યો છે. એનઆઈઆઈ 1.40 ગણો અને રિટેલ 4.62 ગણો ભરાયો છે.

એસએમઈ આઈપીઓ એક નજરે (બ્રોકરેજના મતે)

આઈપીઓગ્રે પ્રીમિયમબ્રોકરેજ ટીપ્સ
TAC Infosec80Apply
Yash optics15May Apply
Radiowalla Network40Apply