CORPORATE NEWS
CoinDCX બેંગલૂરુ ખાતે UNFOLD 2022 ઇવેન્ટ યોજશે
જેમાં ભારત તેની Web3.0 પ્રતિભા અને જ્ઞાનનો ઉપયોગ કરી વર્લ્ડ લીડર બનવા માટેની તકો પર ચર્ચા-વિચારણા થશે | UNFOLD 2022 ઉદ્યોગના દિગ્ગજ લોકોને વેબ 3.0ના વલણોની ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે |
અમદાવાદ: યુનિકોર્ન ક્રિપ્ટો સ્ટાર્ટઅપ CoinDCX ક્રિપ્ટો આગામી તા. 26-28 ઓગસ્ટ દરમિયાન બેંગલુરૂ ખાતે UNFOLD 2022 ઈવેન્ટ યોજશે. જેમાં ડેવલપર્સ, રોકાણકારો, Web3 સ્ટાર્ટઅપ્સ તેમજ નિયમનકારો પોતાના બિઝનેસનું પ્રદર્શન તેમજ ચર્ચા વિચારણા કરી શકશે. તદુપરાંત ભારતને તેની વેબ 3 પ્રતિભા અને નોલેજનો વર્લ્ડ લીડર બનાવવા માટેના લાભો ઉઠાવવા અંગે નિર્ણયો લેવામાં આવશે. BuidlersTribe અને Devfolio દ્વારા સંચાલિત આ ઇવેન્ટ અનફોલ્ડ 2022 હેકાથોન અને ડેમો ડેની પ્રથમ આવૃત્તિ પણ રજૂ કરશે. તેમજ ઇકોસિસ્ટમ, ભૌગોલિક અને પડકારો અંગે ચર્ચા થશે. ક્રોસ ચેઈન હેકાથોન વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ દૂર કરી $50,000થી વધુની કિંમતની બાઉન્ટીઝ જીતવા માટે Web3 બિલ્ડરો માટે મેલ્ટિંગ પોટ ઓફર કરશે. 25 હજાર ડોલરની ગ્રાન્ટ તેમજ 10 લાખ ડોલરનું ફંડિંગ સહિતની સુવિધાઓ ડેમો ડેમાં મેળવી શકાશે.
Web 3.0 આગામી ઈન્ટરનેટ ક્રાંતિના નેતૃત્વ માટે ભારત સક્ષમ
ટેક્નોલોજીઓ સેંકડો વર્ષોથી વિકસિત થઈ રહી છે. વેબ 3.0ની આ તકનીકી ક્રાંતિનું નેતૃત્વ કરવા આપણે સક્ષમ છીએ. ક્રિપ્ટો, બ્લોકચેન અને વેબ3માં ભારતને વૈશ્વિક હબ બનાવવા માટે વાતચીતને આકાર આપશે. – નીરજ ખાંડેવાલ, ફાઉન્ડર, CoinDCX