ત્રિમાસિક ૯૧ મિલીઅન મેટ્રીક ટન કાર્ગોમાં ૮% વધારોEBITDA Y-o-Y ૧૧%ની વૃધ્ધિ સાથે રૂ. ૩,૦૦૫ કરોડનો નવો વિક્રમ
૨૦૨૨ના આ ગાળાની તુલનાએ લોજિસ્ટિક્સ બિઝનેસથી EBITDAમાં ૫૬%નો ઉછાળોQ1માં બે નવા ટર્મિનલ, એક MMLP, ત્રણ નવા એગ્રી-સાઇલો સ્ટોરેજ ટર્મિનલ અને ૦.૬ મિલીઅન ચોરસ ફૂટ વેરહાઉસિંગ ક્ષમતા શરૂ
*APSEZની નાણાકીય બાબતોમાં ગંગાવરમ પોર્ટના અંકોનો સમાવેશ થતો નથી, પરંતુ કાર્ગોની વિગતોમાં ગંગાવરમના આંકડાનો પણ સમાવેશ થાય છે; વર્ષથી વર્ષની (Y-o-Y) આવકમાં સેઝના વેપાર ક્ષેત્રમાં નજીવો ઘટાડો છે અને અમારા નાણાકીય વર્ષ-૨૩ માટેના વાર્ષિક માર્ગદર્શનમાં એક પરિબળ છે; ** EBITDA SRCPL માટે રૂ. ૬૦ કરોડના વ્યવહાર ખર્ચને બાકાત રાખે છે;# EBITDA ફોરેક્ષ માર્ક ટુ માર્કેટના નુકશાન (નફો)ને બાકાત રાખેે છે. $ PATમાં નાણાકીય વર્ષ-૨૩માં ફોરેક્ષના દરમાં ફેરફારથી રુ.૧૨૦૧ કરોડ અને નાણાકીય વર્ષ-૨૨માં રુ.૩૮૯ કરોડનો સમાવેશ છે

બિઝનેસ ગુજરાત, અમદાવાદ:

અદાણી પોર્ટ્સ અને સસ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(એ.પી.એસ.ઇ.ઝેડ)એ નાણાકીય વર્ષ-૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક સમયના ઉત્સાહજનક પરિણામો જાહેર કર્યા હતા. કંપનીએ જુલાઈમાં નાણાકીય વર્ષ-૨૩ના શરૂઆતના ૯૯ દિવસોમાં ૧૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરી વિક્રમ સ્થાપ્યો છે. પોર્ટ બિઝનેસના કારણે વર્ષ થી વર્ષના વોલ્યુમમાં ૮%ની  વૃદ્ધિના અનુસંધાને EBITDA માં ૧૮%નો ઉછાળો  નોંધાવ્યો છે. લોજિસ્ટિક્સ બિઝનેસમાં EBITDA ૫૬% વધ્યો છે. સ્કેલની લોજિસ્ટિક્સ બિઝનેસનું EBITDAનો માર્જિન ૩૭૦ bps સુધી વિસ્તર્યો હોવાનું અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સીઇઓ અને પૂર્ણકાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું. આગામી મહિનાઓમાં કંપની બે નવા ટર્મિનલ શરૂ કરવા જઇ રહી છે. ગંગાવરમ પોર્ટ ખાતેનું  કન્ટેનર ટર્મિનલ સપ્ટેમ્બરમાં કાર્યરત થઈ જશે, જ્યારે ધામરા ખાતેનું પાંચ મિલીઅન મેટ્રિક ટન ક્ષમતાનું LNG ટર્મિનલ ડિસેમ્બરના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ LNG ટર્મિનલ બે મોટા O&G સાથે ટેક-ઓર-પે કરાર ધરાવે છે. તલોજા ખાતે ૦.૧૫ મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું એક MMLP, પાણીપત, કનોજ અને ધમોરા દરેકમાં એકની સંયુક્ત ૦.૧૫ મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતા સાથેના ત્રણ એગ્રી-સાઇલો સ્ટોરેજ ટર્મિનલ, ૦.૬ મિલીઅન ચોરસ ફૂટની વેરહાઉસિંગ ક્ષમતા, GPWIS માળખા હેઠળ બે નવી ટ્રેનો ૧૨૫ ટ્રકોને પાટલી, નાગપુર અને કિશનગઢ મળી ત્રણ એમએમએલપી સુધી જોડાણની સવલત પૂરી પાડશે. કરણ અદાણીએ ઉમેર્યું હતું કે, સંકલિત ઉપયોગિતા મોડલ મારફત બંદરના દરવાજાને ગ્રાહકના આંગણા સાથે જોડવાની અમારી વ્યૂહરચના પરિણામ આપવાની શરૂઆત કરી રહી છે.સમગ્ર વર્ષમાં અમને ૩૫૦-૩૬૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું વોલ્યુમ હેન્ડલ કરવા અને રૂ.૧૨,૨૦૦-૧૨,૬૦૦ કરોડના EBITDA હાંસલ કરવાનો વિશ્વાસ છે.