મુંબઈ, 2 મે: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ એક્સિસ નિફ્ટી બેંક ઈન્ડેક્સ ફંડની ન્યુ ફંડ ઓફર (એનએફઓ)ની જાહેરાત કરે છે. આ ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ફંડ નિફ્ટી બેંક ટીઆરઆઈને ટ્રેક કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ભારતનું બેન્કિંગ સેક્ટર સતત વિકાસ નોધાવી રહેલ છે અને ઉત્તમ પ્રદર્શન કરી રહેલ છે, તેમ એક્સિસ એએમસીના એમડી અને સીઈઓ બી.ગોપકુમારે આ માહિતી આપી હતી.  આ ફંડનો લક્ષ્યાંક ટ્રેકિંગને લગતી ભૂલોને આધિન નિફ્ટી બેંક ટીઆરઆઈના કુલ વળતરને અનુરૂપ ખર્ચા પૂર્વે ઉત્તમ રિટર્ન પૂરું પાડવાનો છે. જોકે,  સ્કીના રોકાણને લગતો ઉદ્દેશને હાંસલ કરી લેવામાં આવશે તેને કોઈ કોઈ ખાતરી નથી.

સ્કીમ અંડરલાઈંગ ઈન્ડેક્સથી બનેલા શેરોમાં રોકાણ કરશે અને બેંચમાર્ક ઈન્ડેક્સને ટ્રેક કરશે. તરલતા તથા ખર્ચની જરૂરિયાતોને પૂરી કરવા નિયમનકારી અનુપાલન સાથે આ સ્કીમ ડેટ તથા મની માર્કેટના ઈન્સ્ટ્રુમેન્ટમાં પણ રોકાણ કરી શકે છે. આ સ્કીમ જ્યાં સુધી શક્ય હોય ઈન્ડેક્સને અનુરૂપ સમાન રેશિયોમાં અંડરલાઈંગ ઈન્ડેક્સનો હિસ્સો બનતા શેરોમાં રોકાણ કરશે અને તરલતા તથા ખર્ચની જરૂરિયાતોને પૂરી કરવા માટે નિયત મર્યાદાને છોડી તે લિમિટેડ સુધીના નિષ્ક્રીય રોકાણની વ્યૂહરચનાનું પાલન કરશે. ખૂબ જ આવશ્યક એવા ફંડ એક પેસિવ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના રજૂ કરે છે, જેને નિફ્ટી બેંક ટીઆરઆઈના પર્ફોમન્સ તથા ઘટકોને પ્રતિબિંબિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઈન્ડેક્સ અર્ધ વાર્ષિક આધાર પર રિબેલેન્સિંગની પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેથી એ બાબત સુનિશ્ચિત કરી શકાય છે કે તે એવી કંપનીઓને સામેલ કરી સેક્ટરની વર્તમાન સ્તિતિને પ્રતિબિંબિત કરે છે.