મુંબઇ, 6 મેઃ રેમન્ડે અત્યાર સુધીની સર્વોચ્ચ વાર્ષિક અને ત્રિમાસિક ગાળાની આવક તથા નફાકારકતા નોંધાવવા સાથે સતત 11મા નફાકારક ત્રિમાસિક ગાળા સાથે ગ્રોથ મોમેન્ટમ જાળવી છે.

નાણાંકીય વર્ષ 2024ના સીમાચિહ્નરૂપ વર્ષમાં રેમન્ડે રૂ. 9,286 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ વાર્ષિક આવક અને રૂ. 1,575 કરોડની એબિટા તથા 17.0 ટકાનું એબિટા માર્જિન નોંધાવ્યું હતું.

નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં આવક વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 2,688 કરોડ થઈ હતી જેમાં રૂ. 516 કરોડની સર્વોચ્ચ એબિટા અને 19.2 ટકાનું એબિટા માર્જિન નોંધાયું હતું.

નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 332 કરોડની આવક હતી તે નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં 23 ટકા વધીને રૂ. 409 કરોડ થઈ હતી. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 840 કરોડની કુલ બુકિંગ વેલ્યુ નોંધાવી હતી જે ધ એડ્રેસ બાય જીએસ, બાન્દ્રાના સફળ લોન્ચને આભારી હતી જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.

લાઇફસ્ટાઇલ બિઝનેસનું સૂચિત ડિમર્જર યોજના મુજબ આગળ વધી રહ્યું છે, સેબી, શેરધારક તથા ક્રેડિટરની મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત એનસીએલટીની હિયરિંગ પણ ડિમર્જરની મંજૂરી માટે 9 મે, 2024ના રોજ નિર્ધારિત થઈ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અત્યાર સુધીના સર્વોચ્ચ 100 ટકા ડિવિડન્ડની ભલામણ કરી છે.

A snapshot of the consolidated financial results: (Post IND AS 116)

Consolidated Results Snapshot
(₹ inCr.)Q4
FY24
Q4
FY23
YoY% FY24FY23YoY%
Net Revenue2688219223% 9,2868,33711%
EBITDA51637936% 1,5751,32219%
EBITDA%19.2%17.3%190 bps 17.0%15.9%110 bps
PAT22919418% 1,638529210%
Note:FY24 Reported PAT includes ₹ 983 Crores (being 47.66%) of Raymond Ltd. share of profit in associate (Raymond Consume Care Ltd.) on sale of FMCG business.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)