અમદાવાદ, 10 મે: હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા માટે કામગીરીથી રૂ. 79.26 કરોડની કન્સોલિડેટેડ આવક નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાની રૂ. 67.30 કરોડની આવક કરતાં વાર્ષિક ધોરણે 18 ટકાનો વધારો દર્શાવે છે. માર્ચ, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન ઓપરેટિંગ નફો રૂ. 16.40 કરોડ હતો જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાના રૂ. 11.97 કરોડ કરતાં વાર્ષિક ધોરણે 37 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 6.40 કરોડ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાના રૂ. 5.71 કરોડના ચોખ્ખા નફા કરતાં 12 ટકા વધુ હતો. કંપનીએ નાણાંકીય વર્ષ 2023-24 માટે પ્રત્યેક રૂ. 10ના ઇક્વિટી શેર દીઠ રૂ. 6 (60 ટકા)ના ડિવિડન્ડની ભલામણ કરી છે જે આગામી વાર્ષિક સાધારણ સભામાં સભ્યોની મંજૂરીને આધીન છે.

Consolidated Financial Highlights

ParticularsQ4FY
FY24FY23ChangeFY24FY23Change
Revenue79.2667.3018%304.55266.0914%
EBITDA16.4011.9737%58.2655.026%
PAT6.405.7112%21.1728.04-25%
EPS (Rs.)7.526.7212%24.8832.96-25%
(Rs. Crore), Consolidated results include operations of subsidiaries from Nepal and Tanzania

ભાવિ રૂપરેખા: ડેરી સેક્ટરમાં ડબલ ડિજિટ વૃદ્ધિના અંદાજ સાથે અમારું લક્ષ્ય અમારી પ્રોડક્ટ ઓફરિંગ્સ વિસ્તારીને આ ટ્રેન્ડનો લાભ લેવાનો છે. નાના માર્કેટિંગમાં પણ વૃદ્ધિ જોવા મળશે અને અમે આ સેગમેન્ટમાં અમારી હાજરી વિસ્તારીશું. અમે વધતા માર્કેટની ઊભરતી જરૂરિયાતોને પહોંચી વળવા તથા અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોનો વિસ્તારવા અને ગ્રાહકની જરૂરિયાતો સંતોષવા માટે 6 નવી સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટ્સ રજૂ કરીશું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)