અમદાવાદ, 12 મેઃ એપ્રિલ માસમાં આઈપીઓ માર્કેટમાં શુષ્ક માહોલ સર્જાયા બાદ મેના પ્રથમ સપ્તાહમાં 3 આઈપીઓ ખૂલ્યા હતા. જેનું લિસ્ટિંગ આ સપ્તાહે થશે. તદુપરાંત મેઈન બોર્ડ ખાતે વધુ એક આઈપીઓ ઈશ્યૂ લોન્ચ થઈ રહ્યો છે.

આઈપીઓ ઈશ્યૂઃ ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ રૂ. 258-272ના પ્રાઈસ બેન્ડ પર રૂ. 2614.65 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. ઈશ્યૂ 15 મેના રોજ ખૂલશે અને 17મેએ બંધ થશે. જેનું લિસ્ટિંગ 23 મેના રોજ BSE-NSE ખાતે થશે. માર્કેટ લોટ 55 શેર્સ માટે અરજી કરવાની રહેશે.

આ આઈપીઓ લિસ્ટિંગ કરાવશે

આઈપીઓલિસ્ટિંગ તારીખગ્રે પ્રીમિયમ
Adhar housing finance15 મે22%
TBO TEK15 મે60%
Indegene13 મે64%

આ સપ્તાહે આધાર હાઉસિંગ ફાઈનાન્સ, ટીબીઓ ટેક, ઈંડિજેન લિ.નો આઈપીઓ બીએસઈ અને એનએસઈ ખાતે લિસ્ટિંગ કરાવશે. આ ત્રણેય આઈપીઓ ઈશ્યૂને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આધાર હાઉસિંગ ફાઈનાન્સે રૂ. 315ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 3000 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. જે કુલ 26.76 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 76.42 ગણું, એનઆઈઆઈ 17.33 ગણું અને રિટેલ 2.58 ગણુ સબ્સ્ક્રિપ્શન નોંધાયું હતું.

ટીબીઓ ટેક લિ.ના રૂ. 1550.81 કરોડના ઈશ્યૂ માટે રિટેલ રોકાણકારોએ 25.72 ગણી, એનઆઈઆઈ 50.60 ગણી અને ક્યુઆઈબી 125.51 ગણી અરજી કરી હતી. આ સાથે કુલ 86.69 ગણો ભરાયો હતો. ઈંડિજેન લિ.નો આઈપીઓ કુલ 70.30 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 192.72 ગણુ ભરાયુ હતું. એનઆઈઆઈ 55.91 ગણો અને રિટેલ 7.86 ગણો ભરાયો હતો.

ટીબીઓ ટેકનું ધૂમ લિસ્ટિંગ થવાની શક્યતા

લિસ્ટિંગ કરાવનાર ત્રણેય આઈપીઓની ગ્રે માર્કેટમાં બોલબાલા વધુ જોવા મળી છે. જેમાં ઈન્ડિજેનના ઈશ્યૂ માટે રૂ. 290 ગ્રે પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જ્યારે આધાર હાઉસિંગ ફાઈનાન્સ માટે રૂ. 70 અને ટીબીઓ ટેકના આઈપીઓ માટે સૌથી વધુ રૂ. 550 પ્રીમિયમ જોવા મળ્યા છે. ટીબીઓ ટેકની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 920 છે. જેના આકર્ષક પ્રીમિયમ અને બહોળા સબ્સ્ક્રિપ્શનને ધ્યાનમાં લેતાં ઈશ્યૂ બમ્પર લિસ્ટિંગ કરાવે તેવી શક્યતા છે.