બિઝનેસ ગુજરાત . મુંબઇ

પિરામલ એન્ટરપ્રાઇસિસના કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં ફેરફાર માટે એનસીએલટી તરફથી ડિમર્જર માટે મંજૂરી મળી ગઇ છે. તેના આધારે હવે પિરામલ એન્ટરપ્રાઇસિસ તેના ફાર્મા ડિવિઝનને અલગ કંપની તરીકે લિસ્ટેડ કરાવશે. ડિમર્જર અનુસાર પિરામલ એન્ટરપ્રાઇસિસ (PEL) ના શેરધારકોને પિરામલ એન્ટરપ્રાઇસિસના 1 શેરદીઠ પિરામલ ફાર્માના 4 શેર ફાળવવામાં આવશે. બન્ને કંપનીઓ હવે શેરબજારો ઉપર અલગ અલગ લિસ્ટિંગ ધરાવશે.

આ અંગે કંપનીના ચેરપર્સન અજય પિરામલે જણાવ્યું કે, ફાર્મા બિઝનેસના ડિમર્જર સાથે કોર્પોરેટ સ્ટ્રક્ચર સરળ બનવાથી અમે ઝડપથી માઇલસ્ટોન્સ હાંસલ કરી શકીશું. પિરામલ ફાર્માનું લિસ્ટિંગ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કરાવીશું. પિરામલ ફાર્માનું લિસ્ટિંગ એ ફાર્મા સેક્ટરમાં 1 અબજ ડોલરની રેવન્યુ સાથેનું સૌથી મોટી લિસ્ટેડ કંપની બનાવશે.

પિરામલ એન્ટરપ્રાઇસિસના શેરની સ્થિતિ

છેલ્લો બંધ1919.95
વર્ષની ટોચ3013
વર્ષની બોટમ1561
મન્થલી હાઇ/લો1929.55/1647.10
વિકલી હાઇ/લો1929.55/1728.00
Source: BSE

ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ

14 Jul 202233.0000
06 Jul 202133.0000
16 Jul 202014.0000
18 Jul 201928.0000
19 Jul 201825.0000
21 Jul 201721.0000
17 Mar 201617.5000
28 Jul 201520.0000
15 Jul 201452.5000
15 Jul 201317.5000
09 Jul 201217.5000
Source: BSE