CORPORATE/ BUSINES NEWS
મહિન્દ્રાએ એસયુવીનો નવો અવતાર સ્કોર્પિયો ક્લાસિક લોન્ચ કરી
મુંબઇઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે સ્કોર્પિયો ક્લાસિક લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે તેની આઇકોનિક બ્રાન્ડ સ્કોર્પિયોનો નવો અવતાર છે. સિગ્નેચર સ્કોર્પિયો ટાવર LED ટેલ લેમ્પ અને નવા R17 ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ સાથેના નવા ડીઆરએલ મૂળ સ્વરૂપની આકર્ષણમાં વધુ ઉમેરો કરે છે. ઓલ-એલ્યુમિનિયમ લાઇટવેઇટ GEN-2 mHawk એન્જિન દ્વારા સંચાલિત, 97 kW (132 PS) પાવર અને 300 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. માત્ર 1000 rpm પર નોંધપાત્ર 230 Nm લો-એન્ડ ટોર્ક ઉત્પન્ન થાય છે. અગાઉના મોડલને સંચાલિત કરતા એન્જિન કરતાં 14 ટકા વધુ ઇંધણ કાર્યક્ષમ છે. આ વાહનમાં ફોન મિરરિંગ અને નવી 22.86 સેમી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ છે. ક્લાસિક એસ અને ક્લાસિક એસ 11 એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. સ્કોર્પિયો ક્લાસિક આ વર્ષે જૂનમાં લૉન્ચ કરવામાં આવેલી ઑલ-ન્યૂ સ્કોર્પિયો-એન સાથે વેચવાનું ચાલુ રાખશે. સ્કોર્પિયો ક્લાસિક પાંચ રંગોમાં ઉપલબ્ધ હશે. રેડ રેજ, નેપોલી બેક, ડીસેટ સિલ્વર, પર્લ વ્હાઇટ અને નવી રજૂ કરાયેલ ગેલેક્સી ગ્રે. આ વાહન ગ્રાહકો માટે મહિન્દ્રા ડીલરશીપ પર અન્વેષણ કરવા અને પરીક્ષણ કરવા માટે ઉપલબ્ધ થશે. સ્કોર્પિયો ક્લાસિકની કિંમતો 20 ઓગસ્ટ, 2022ના રોજ જાહેર કરવામાં આવશે.
L&Tએ સરહદી માર્ગ સંસ્થાને સ્પેશ્યલ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ રવાના કર્યા
મુંબઈ: L&Tની 100 ટકા માલિકીની પેટાકંપની L&T કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લિમિટેડ (એલટીસીઇએલ)એ 25 સ્પેશ્યલ વેરિઅન્ટ વ્હીલ લોડર્સની પ્રથમ બેચ રવાના કરી છે, જે દુર્ગમ વિસ્તારો – ઊંચાઈવાળા વિસ્તારો અને આત્યંતિક હવામાન ધરાવતા વિસ્તારોમાં કામગીરી માટે અનુકૂળ છે. આ બેચ દેશની વ્યૂહાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવામાં સંકળાયેલી સરહદી માર્ગ સંસ્થા (બીઆરઓ)ને પૂરી પાડવામાં આવી છે. આ ખડતલ મશીનો (મોડલ L&T 9020) ‘કોલ્ડ સ્ટાર્ટિંગ કિટ્સ’ સાથે ફિટ છે, જે તેમને ઝીરોથી ઓછા તાપમાને માઇનસ 20 ડિગ્રી (-20 ડિગ્રી સે.)માં કામ કરવા સક્ષમ બનાવે છે. બીઆરઓ આ વાહનોનો ઉપયોગ પૂર્વોત્તર અને ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભારતમાં માર્ગ માળખાગત સુવિધઆને મજબૂત કરવા માટે કરશે. બીઆરઓએ ભારત સરકારના ભાગરૂપે સરહદી વિસ્તારોમાં માર્ગો અને પુલોનું નિર્માણ કરવાના ભાગરૂપે બિડ મંગાવ્યા હતા. એલટીસીઇએલએ 70 L&T 9020 વ્હીલ લોડર્સનો પુરવઠો પૂરો પાડવા માટે પ્રતિષ્ઠિત કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો, જે એનો સૌથી મોટો સિંગલ ઓર્ડર હતો. આ ઓર્ડર સ્થાનિક અને બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે સ્પર્ધામાં મેળવ્યો હતો.
JARVIS ઇન્વેસ્ટએ વ્યૂહાત્મક રોકાણકારને બોર્ડ પર લીધા
મુંબઈ: એઆઇ-આધારિત ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી કંપની JARVIS ઇન્વેસ્ટએ ફંડિંગ રાઉન્ડને બંધ કરવાની જાહેરાત કરી હતી, જેમાં કંપનીએ યુએઇમાં એક અગ્રણી ફેમિલી ઓફિસ પાસેથી 600,000 ડોલરનું ફંડ મેળવ્યું છે. આ ફંડ કંપનીની વૃદ્ધિના મહત્વપૂર્ણ સમયે મળ્યું છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવાનું તેમજ યુએઇ સાથે ચાવીરૂપ બજારોમાં નવા ઉત્પાદનો પ્રસ્તુત કરવાનું વ્યૂહાત્મક પગલું છે. JARVIS ઇન્વેસ્ટ નવા ઉત્પાદનો ઊભા કરવા ફંડનો ઉપયોગ કરશે, જે દુબઈની અદ્યતન ઇકોસિસ્ટમ મારફતે આંતરરાષ્ટ્રીય બજારોમાં સુલભ થશે. આ માટે કંપની દુબઈમાં એક નવી ઓફિસ સ્થાપિત કરશે અને વ્યવસાયિક વિસ્તરણ માટે અગ્રણી ફેમિલી ઓફિસના વિસ્તૃત નેટવર્કનો ઉપયોગ કરશે. કંપની નવેમ્બર, 2022ની શરૂઆતમાં બેંકો અને વેલ્થ મેનેજર્સ માટે બી2બી પ્રોડક્ટ – ‘વ્હાઇટ લેબલ JARVIS’ પ્રસ્તુત કરશે. આ પ્રોડક્ટનો ઉપયોગ બેંકો અને વેલ્થ મેનેજર્સ દ્વારા યુએઇ જેવા સ્થાનિક બજારોમાં તેમના ગ્રાહકો માટે સલાહ આપવા માટે થશે. એસેટ્સ અંડર એડવાઇઝરી (એયુએ) તાજેતરમાં 100 કરોડથી વધી ગઈ છે. કંપનીએ તાજેતરમાં અમેરિકા અને મધ્ય પૂર્વમાં કામગીરીનું વિસ્તરણ કરવા અને બી2બી એન્ટરપ્રાઇઝ પ્રોડક્ટ પ્રસ્તુત કરવા ચીફ સ્ટ્રેટેજી ઓફિસર તરીકે સાયબર સુરક્ષાના પીઢ રાજેશ બત્રેજાની નિમણૂક પણ કરી છે.
એક્સિસ બેંકે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે MOU કર્યા
મુંબઈ: એક્સિસ બેંકે એના તમામ કર્મચારીઓને એક્સક્લૂઝિવ બેનિફિટ અને સુવિધાઓ ધરાવતું બેસ્ટ સેલેરી એકાઉન્ટ “અલ્ટિમા સેલેરી પેકેજ” પ્રદાન કરવા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) સાથે સમજૂતી કરાર (MOU) કર્યા છે. જેમાં એફસીઆઈનું પ્રતિનિધિત્વ હેડક્વાર્ટરના જનરલ મેનેજર જી એન રાજુ અને એક્સિસ બેંકનું પ્રતિનિધિત્વ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ ગ્રૂપના પ્રેસિડન્ટ સુનિલ અગ્રવાલ તથા નેશનલ એકાઉન્ટ્સ હેડ લેફ્ટનન્ટ કર્નલ એમ કે શર્માએ કર્યું હતું. આ એક્સક્લૂઝિવ અલ્ટિમા સેલેરી પેકેજ દ્વારા બેંક અનેક ફાયદા ઓફર કરશે, જેમ કે રૂ. 20 લાખ સુધી વ્યક્તિગત અકસ્માત કવચ, રૂ. 8 લાખ સુધી શિક્ષણની વધારાની સહાય, રૂ. 20 લાખ સુધી સંપૂર્ણ કાયમી દિવ્યાંગતા કવચનો લાભ, રૂ. 20 લાખ સુધી કાયમી આંશિક દિવ્યાંગતા કવચ, રૂ. 1 કરોડનું એર એક્સિડન્ટ કવચ, પરિવારના સભ્ય માટે નિઃશુલ્ક વધારાનું ડેબિટ કાર્ડ, હોમ લોન પર 12 ઇએમઆઇ, ફેમિલી મેમ્બર માટે 3 ઝીરો બેલેન્સ એકાઉન્ટ અને યુનિવર્સલ એકાઉન્ટ નંબર, જેમાં એક્સિસ બેંકની તમામ શાખાઓ “હોમ બ્રાન્ચ” તરીકે કામ કરશે.
ગોદરેજ એન્ડ બૉય્સે તમામ ફર્નિચર સોલ્યુશન્સ બિઝનેસને કોન્સોલિડેટ કર્યો
મુંબઈ: ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે એના વ્યવસાય તથા હોમ અને સંસ્થાગત સેગમેન્ટમાં ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયો તેમના સંપૂર્ણ હોમ ઇન્ટેરિયર સોલ્યુશન્સ બ્રાન્ડ U&Us, પ્રીમિયમ ફર્નિચર અને હોમ એક્સેસરીઝ બ્રાન્ડ સ્ક્રિપ્ટને એના પોર્ટફોલિયોમાં કોન્સોલિડેટ કરી રહી છે. આ સંકલનથી ગ્રાહકોને ગોદરેજ ઇન્ટેરિયોના સ્ટોરમાં જીએન્ડબી ફર્નિચરની સંપૂર્ણ રેન્જ જોવા મળશે, પછી એ મોડ્યુલર ફર્નિચર સોલ્યુશન્સ હોય, કસ્ટમાઇઝ ફર્નિચર હોય, એન્ડ ટૂ એન્ડ ઇન્ટેરિયર્સ હોય કે આધુનિક, સમકાલીન, પ્રીમિયમ ફર્નિચર હોય. ગોદરેજ ઇન્ટેરિયોના બિઝનેસ હેડ સ્વપ્નીલ નાગરકરે કહ્યું હતું કેઃ “રિટેલ ફર્નિચર બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયોએ છેલ્લાં 3 વર્ષમાં સમગ્ર ભારતમાં 15 ટકાના સીએજીઆર સાથે અસાધારણ વૃદ્ધિ કરી છે, તો ઉદ્યોગે 6થી 7 ટકાના દરે વૃદ્ધિ કરી છે. ગ્રાહકોને અમારી 3 બ્રાન્ડ – ગોદરેજ ઇન્ટેરિયો, સ્ક્રિપ્ટ અને U & US ડિઝાઇન સ્ટુડિયોમાં ઓવરલેપ કરવાની જરૂર છે. એટલે વિવિધ બ્રાન્ડ દ્વારા અલગથી જરૂરિયાતો પૂરી કરવાને બદલે તેમને ગોદરેજ ઇન્ટેરિયો અંતર્ગત પૂરી કરવી વધારે ઉચિત છે.
તાઈવાન એક્સલન્સ ઓટોમેશન એક્સપો 2022 ખાતે મુખ્ય ઓટોમેશન સમાધાન લાવશે
અમદાવાદઃ ઓટોમેશનનો ઉપયોગની ઉજવણી કરવા અને તાઈવાનની અત્યંત ઈનોવેટિવ ટેકનોલોજીઓ પ્રસ્તુત કરવા માટે પહેલી વાર મુંબઇમાં ગોરેગાંવ ખાતે તાઈવાન એક્સલન્સ દ્વારા ઓટોમેશન એક્સપો 2022માં પ્રત્યક્ષ પેવિલિયન સ્થાપવામાં આવશે, જે ઓટોમેશન ઉદ્યોગ માટે ભારતનું સૌથી મોટું અને એશિયાનું સૌથી વિશાળ પ્રદર્શન છે. ઓટોમેશન એક્સપો સ્માર્ટ ઉત્પાદનના ક્ષેત્રમાં નવા ઈનોવેશન્સ પ્રદર્શિત કરવા માટે મંચ આપે છે, જેમ કે, IIoT, રોબોટિક્સ વગેરે અને સૌથી અદ્યતન ટેકનોલોજીઓ સાથે સમૃદ્ધ તેમનાં અજોડ યંત્રો પ્રદર્શિત કરવા પ્રદર્શનકારીઓને ભરપૂર તકો આપે છે. પેવિલિયન 16મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ સુધી હોલ 1, બૂથ 1-13માં સ્થાપવામાં આવ્યું છે અને તે એડવાન્ટેક, જીએમટી ગ્લોબલ, હાઈવિન, ટોયો અને ટેકમેન રોબો સહિત પાંચ પ્રતિકાત્મક તાઈવાન એક્સલન્સ બ્રાન્ડ્સની નવી પ્રોડકટો પ્રદર્શિત કરશે. આ કંપનીઓ તેમની અમુક નવીનતમ પ્રોડક્ટો પણ પ્રદર્શિત કરશે, જેમ કે, કોબોટ, આર્ટિક્યુલેટેડ રોબો, સ્ટ્રેઈન વેવ ગિયર, ડેસ્કટોપ રોબો, હાઈ રિજિડિટી ટાઈનર સિલિંડર, ઈલેક્ટ્રિક સિલિંડર, ટુ ફિંગર્સ ઈલેક્ટ્રિક ગ્રિપર, એમ્બેડેડ કમ્યુટિંગ સિસ્ટમ, ફેનલેસ એમ્બેડેડ બોક્સ પીસી અને ઓલ-ઈન-વન ટચ કમ્પ્યુટર્સ અને કિયોસ્ક્સનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રથમ દિવસ પ્રોડક્ટ લોન્ચ સત્ર ધ ફ્યુચર ઓફ ઓટોમેશન ઈઝ હિયર પણ હશે. આ વર્ષનું પ્રદર્શન આજ સુધીની સૌથી બહુપ્રતિક્ષિત ઈવેન્ટ્સમાંથી એક બની રહેશે એવી ધારણા છે. નવી પ્રોડક્ટોના લોન્ચ સાથે આ સત્ર તાઈવાનનો ઓટોમેશન ઉદ્યોગ તમને ઉચ્ચ કાર્યક્ષમતા, ઉચ્ચ સાનુકૂળતા અને ઉચ્ચ મજબૂત પ્રોડક્ટ રેખાઓ વ્યવહારુ ખર્ચે નિર્માણ કરવામાં મદદરૂપ થશે. સત્ર 16મી ઓગસ્ટથી નેસ્કો ગ્રાન્ડ, હોલ નં. 1 સામે બપોરે 3 વાગ્યાથી યોજાશે.