નિફ્ટી 23000 અને સેન્સેક્સ 76700ની સપાટી ક્રોસ કરી ઓલટાઇમ હાઇ
અમદાવાદ, 3 જૂનઃ NDA સરકાર માટે નિર્ણાયક જીતનું સૂચન કરતા એક્ઝિટ પોલના પગલે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીએ નવો ઇતિહાસ રચ્યો હતો. ફેબ્રુઆરી 2021 થી અત્યારસુધીમાં એટલેકે છેલ્લા 3 વર્ષમાં સૌથી મોટો એક દિવસીય ઉછાળો નોંધાવ્યો હતો. તેની સાથે સાથે તમામ સેક્ટોરલ્સ પણ ગ્રીન ઝોનમાં રહ્યા હતા.
SBI, માર્કેટકેપ રૂ. 8 લાખ કરોડને વટાવનાર સાતમી લિસ્ટેડ કંપની બની | અદાણી ગ્રૂપના શેરો સતત બીજા સત્રમાં ઉછળ્યા હોવાથી ફોકસમાં હતા |
નિફ્ટી 23,338ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને સેન્સેક્સે પણ 76,738ની નવી ઊંચી સપાટી હાંસલ કરી હતી.બંધ સમયે, સેન્સેક્સ 2,507 પોઈન્ટ અથવા 3.4 ટકા વધીને 76,468 પર અને નિફ્ટી 733 પોઈન્ટ અથવા 3.3 ટકા વધીને 23,263 પર હતો. બીએસઇ ખાતે 2,210 શેર સુધરવા સામે 1,310 શેર ઘટ્યા અને 103 શેર યથાવત રહ્યા. BSE મિડકેપ 3.5 ટકા વધ્યો હતો જ્યારે BSE સ્મોલકેપ 2 ટકાથી વધુ વધ્યો હતો.
એક્ઝિટ પોલ ઉપરાંત માર્કેટમાં તેજીનું ઇંધણ પૂરનારા અન્ય પરીબળોમાં FY24 માટે ભારતના જીડીપીના અંદાજ કરતાં 8.2 ટકા, રાજકોષીય ખાધમાં ઘટાડો, ચોમાસાની શરૂઆતની પ્રગતિ અને મે મહિનામાં GST કલેક્શનમાં 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1.73 લાખ કરોડને આભારી છે.
નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ | નિફ્ટીમાં ટોપ લૂઝર્સ |
એનટીપીસી, એસબીઆઈ અને અદાણી પોર્ટ્સ | એચસીએલ ટેક, એલટીઆઈ માઇન્ડ ટ્રી અને આઈશર મોટર્સ |
બેન્ક નિફ્ટીએ પણ 51000નો માઇલસ્ટોન ક્રોસ કર્યો
નિફ્ટી PSU બેન્ક 8.6 ટકા વધીને સેક્ટરલ ઈન્ડાઈસિસમાં ટોપ ગેનર તરીકે ઊભરી આવી છે. આ પછી નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ અને નિફ્ટી રિયલ્ટીમાં અનુક્રમે 7 ટકા અને 5.7 ટકાનો વધારો થયો હતો. નિફ્ટી બેંકે એક નોંધપાત્ર સીમાચિહ્ન પાર કર્યું કારણ કે તે પ્રથમ વખત 51,000 ની સપાટી વટાવીને 51,133 ની ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો. બંધ સમયે, નિફ્ટી બેંક 4.3 ટકા વધીને 51,097 પર હતો.
બેન્કિંગ શેર્સમાં પણ બૂમ બૂમ
બેંક ઓફ બરોડા 12 ટકાના ઉછાળા સાથે પેકમાં આગળ છે, ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) 9.5 ટકા સાથે છે. એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક 4-6 ટકાથી વધુ વધ્યા છે. અન્ય ખેલાડીઓ જેમ કે ફેડરલ બેંક, ICICI બેંક, HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંક 2-4 ટકા વધ્યા હતા. જો એક્ઝિટ પોલના પરિણામોની વાસ્તવિક ચૂંટણીના પરિણામો દ્વારા પુષ્ટિ થાય છે, તો નિફ્ટી સંભવતઃ 23,500 અને સેન્સેક્સ 77,000ની નજીક પહોંચવા સાથે નિફ્ટી 50 કોન્સોલિડેશનના સમયગાળા પછી આગામી દિવસોમાં 24,000ને વટાવી જશે તેવી ધારણા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)