માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22673- 22524 અને રેઝિસ્ટન્સ 22940- 23059 પોઇન્ટ
અમદાવાદ, 7 જૂનઃ સતત બીજા દિવસે પણ સુધારાની ચાલ વચ્ચે સેન્સેક્સ- નિફ્ટીએ બાઉન્સબેકની સ્થિતિ જાળવી રાખી હતી. બંધ સમયે, સેન્સેક્સ 0.93 ટકા અથવા 692.27 પોઇન્ટ વધીને 75,074.51 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 0.89 ટકા અથવા 201 પોઇન્ટના વધારા સાથે 22,821.40 પર બંધ થયો હતો. વ્યાપક સૂચકાંકોમાં, BSE મિડકેપ 2.3 ટકા વધ્યો, અને BSE સ્મોલકેપમાં 3.06 ટકાનો ઉછાળો જોવા મળ્યો.
ભારતીય શેરબજારોનો સળંગ બીજા સત્રમાં સકારાત્મક અંત આવ્યો હતો અને ભાજપની આગેવાની હેઠળના એનડીએ સતત ત્રીજી ટર્મ જીત્યાના સમાચાર હતા. યુએસ રેટ કટ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં સતત વૃદ્ધિની અપેક્ષાએ વૈશ્વિક શેરોમાં વધારો થયો હતો.
GIFT નિફ્ટીઃ ફ્લેટની સ્થિતિ જોતાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ
GIFT નિફ્ટી 7 જૂને નિફ્ટી 50 બંધની સરખામણીમાં 8 પોઈન્ટ નીચામાં ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની ફ્લેટ શરૂઆત સૂચવે છે. IST સવારે 07:00 વાગ્યે નિફ્ટી ફ્યુચર્સ 22,910 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જોતાં એવું લાગે છે કે, માર્કેટ આરબીઆઇ પોલિસી, ચોમાસાની પ્રગતિ, નવી સરકારના શપથ સહિત સંખ્યાબંધ ઇકો- પોલિટિકલ બનાવોની રાહ મુજબ આગળ વધી શકે છે.
રિલાયન્સ સિક્યુરિટીઝના ડેઇલી રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 22673- 22524 અને રેઝિસ્ટન્સ 22940- 23059 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી માટે સપોર્ટ 48908- 48524 અને રેઝિસ્ટન્સ 49674-50056 પોઇન્ટ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
નિફ્ટીઃ સપોર્ટ 22673- 22524 અને રેઝિસ્ટન્સ 22940- 23059
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 48908- 48524 અને રેઝિસ્ટન્સ 49674-50056
સ્ટોક્સ ટૂ વોચઃ BEL, IRFC, BHEL, ADANIPORT, RVNL, HAL, ADNIENT, GAIL, NHPC, SBIN
સેક્ટર્સ ટૂ વોચઃ બેન્કિંગ- ફાઇનાન્સ, ટેકનોલોજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, ઓઇલ, ફર્ટિલાઇઝર્સ
FII અને DIIઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 6 જૂનના રોજ સતત ત્રીજા સત્રમાં તેમનું વેચાણ ચાલુ રાખ્યું હતું કારણ કે તેઓએ રૂ. 6,867.7 કરોડની ભારતીય ઇક્વિટીઓ ઓફલોડ કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ એ જ દિવસે રૂ. 3,718.38 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)