માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23398- 23280, રેઝિસ્ટન્સ 23649- 23782
અમદાવાદ, 20 જૂનઃ બુધવારે નિફ્ટીએ 23664 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન હાંસલ કર્યા બાદ સેકન્ડ હાફમાં જોવા મળેલા પ્રોફીટ બુકિંગના કારણે તેજીની મોમેન્ટમ ગુમાવવા સાથે સાધારણ નરમાઇ નોંધાવી છે. સેન્સેક્સ 36.45 પોઇન્ટ અથવા 0.05 ટકા વધીને 77,337.59 પર અને નિફ્ટી 41.90 પોઇન્ટ અથવા 0.18 ટકા ઘટીને 23,516 પર હતો.
ટેકનિકલ નિષ્ણાતો સૂચવે છે કે તેજી 23,800 તરફ આગળ વધવા માટે મજબૂતી મેળવે તે પહેલાં 23,300 પર સપોર્ટ સાથે તે મજબૂત થવાની શક્યતા છે. જ્યારે રિલાયન્સ સિક્યુર્ટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે નિફ્ટી માટે સપોર્ટ 23398- 23280, રેઝિસ્ટન્સ 23649- 23782 ધ્યાનમાં રાખવા સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી સ્ટોપલોસ અને સ્ટોક સ્પેસિફિક રાખવી હીતાવહ રહેશે.
GIFT નિફ્ટીઃ 20 જૂને નિફ્ટી 50 બંધની સરખામણીમાં 9 પૉઇન્ટ વધીને ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની સપાટ શરૂઆત સૂચવે છે. IST સવારે 07:00 વાગ્યે નિફ્ટી ફ્યુચર્સ 23,524 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી 50 માટે મહત્વના લેવલ્સઃ રેઝિસ્ટન્સ: 23,627, 23,686 અને 23,782, જ્યારે સપોર્ટ 23,435, 23,376 અને 23,280
બેંક નિફ્ટી માટે મહત્વના લેવલ્સઃ રેઝિસ્ટન્સઃ 51,844, 52,202 અને 52,781 જ્યારે સપોર્ટઃ 50,687, 50,329 અને 49,750
સ્ટોક્સ ટૂ વોચઃJIOFINANCE, INDUSTOWER, ADANIPORTS, SUNPHARMA (NEGATIVE), CIPLA, TATACONSUM, MAHINDRA
સેકટર્સ ટૂ વોચઃ કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્યોરન્સ, ફર્ટિલાઇઝર્સ, ફાઇનાન્સ, આઇટી- ટેકનોલોજી
FII અને DII (નેટ બાયર્સ): વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 19 જૂને રૂ. 7,908.35 કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ એ જ દિવસે રૂ. 7,107.80 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)