રાઇટ્સ ઇશ્યૂના શેર્સ 19 જુલાઈ, 2024ના રૂ. 4.02ના બંધ ભાવની સામે રૂ. 2.8ના ભાવે ઓફર કરવામાં આવ્યા

અમદાવાદ, 22 જુલાઈ: કેમિકલ અને સ્ટીલ પ્રોડક્ટ્સના વ્યવસાય સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત લેશા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE533602)નો રૂ. 49.28 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 22 જુલાઇ, 2024ના રોજ સબસ્ક્રીપ્શન માટે ખુલ્યો. રાઇટ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કંપનીની વિસ્તરણ યોજનાઓને ફંડ પૂરું પાડવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા, નવી ઓફિસની ખરીદી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. 19 જુલાઇ, 2024ના રોજ શેર દીઠ રૂ. 4.02ના બંધ ભાવની સરખામણીમાં કંપનીનો રાઇટ ઇશ્યૂ રૂ. 2.8 પ્રતિ શેરના ભાવે ઓફર કરવામાં આવે છે. રાઇટ્સ ઇશ્યૂ 05 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થશે.

ઇશ્યૂ ખૂલે છેઇશ્યૂ પ્રાઇઝઇશ્યૂ બંધ થાય છે
22 જુલાઈ, 2024Rs. 2.8 પ્રતિ ઇક્વિટી શેર05 ઓગસ્ટ, 2024

કંપની રૂ. 1ની ફેસ વેલ્યુના 17.60 કરોડ ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર રૂ. 2.8 પ્રતિ ઇક્વિટી શેર (ઇક્વિટી શેર દીઠ રૂ. 1.8ના પ્રીમિયમ સહિત) ના ભાવે કેશમાં ઇશ્યૂ કરશે જેનું મૂલ્ય કુલ રૂ. 49.28 કરોડ છે. સૂચિત ઇશ્યૂ માટે રાઈટ્સ એન્ટાઈટલમેન્ટ રેશિયો 8:5 નક્કી કરવામાં આવ્યો છે (રેકોર્ડ ડેટ 12 જુલાઈ, 2024ના રોજ ઈક્વિટી શેરધારકો દ્વારા રાખવામાં આવેલ દરેક 5 ફુલ્લી પેઇડ ઈક્વિટી શેર માટે રૂ. 1ના ફેસ વેલ્યુના 8 રાઈટ ઈક્વિટી શેર). ઓન-માર્કેટ હક્કો ત્યાગની છેલ્લી તારીખ 30 જુલાઈ, 2024 સુધી છે.

રૂ. 49.28 કરોડની ઇશ્યૂની આવકમાંથી કંપની રૂ. 10.11 કરોડ કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે, રૂ. 6 કરોડ નવી ઓફિસની ખરીદી માટે, રૂ. 20.41 કરોડ રાઇટ્સ ઇક્વિટી શેર્સ માટે પ્રમોટર/પ્રમોટર ગ્રૂપની અનસિક્યોર્ડ લોનના એડજસ્ટમેન્ટ માટે અને રૂ. 12 કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની વિચારણા ધરાવે છે.

1992માં સ્થપાયેલ, લેશા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કેમિકલ પ્રોડક્ટ્સના વ્યવસાયમાં કામ કરે છે. કંપની સોલિડ, લિક્વિડ અને ગેસસ ફોર્મમાં વિવિધ પ્રકારના ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલ કમ્પાઉન્ડ્સમાં વેપાર કરે છે. કંપની વિવિધ સ્ટીલ પ્રોડક્ટ્સના ટ્રેડિંગનો પણ વ્યવસાય કરે છે. આમાં ટીએમટી બાર, રાઉન્ડ બાર, એમએસ એન્ગલ અને સ્ટ્રક્ચરલ સ્ટીલના ટ્રેડિંગનો સમાવેશ થાય છે. માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2023-24 માટે, કંપનીએ કુલ રૂ. 18.03 કરોડની આવક નોંધાવી છે, જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 6.90 કરોડની કુલ આવકની સરખામણીમાં 161 ટકા વધુ છે. નાણાંકીય વર્ષ 2023માં રૂ. 19.45 લાખની સરખામણીએ નાણાંકીય વર્ષ 2024 માટે ચોખ્ખો નફો રૂ. 7.17 કરોડ નોંધાયો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)