અમદાવાદ, 1 ઓગસ્ટઃ છેલ્લા કેટલાંક દિવસથી નિફ્ટી 25000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવી કે નહિં તેની અવઢવમાં અટવાયેલો રહ્યો છે. અલબત્ત સ્ટોક સ્પેસિફિક વોલ્યૂમ્સ, વોલેટિલિટી, તેજી જળવાઇ રહ્યા છે. પરંતુ ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું રહ્યું છે. ટેકનિકલી નિફ્ટી તેની 24800 પોઇન્ટની હાયર લો પોઝિશન જાળવી રહ્યો છે. સાથે સાથે પોઝિટિવ બંધ પણ આપી રહ્યો છે. પરંતુ ફર્સ્ટ હાફનો સુધારો સેકન્ડ હાફમાં ધોવાઇ રહ્યો છે. માર્કેટ મોમેન્ટમ હાલના તબક્કે 25100- 25300 પોઇન્ટ તરફની જણાય છે. પરંતુ રિલાયન્સ રિસર્ચનો ટેકનિકલ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટે સપોર્ટ 24877- 24803, રેઝિસ્ટન્સ 25005- 25059 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી જોઇએ. અવરલી ચાર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટેની રોક બોટમ 24600 પોઇન્ટની સપાટી ગણવી. આરએસઆઇ 70ના લેવલની હાયર બેન્ડ તરફ ગયો છે. ત્યારબાદ શાર્પ અપમૂવની શક્યતા નકારી શકાય નહિં.

ભારતીય બજારો યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના મુખ્ય પરિણામની આગળ યુરોપ અને એશિયન શેરબજારોની પાછળ સુધારાની ચાલ દર્શાવવા સાથે બુધવારે  સેન્સેક્સ 0.35 ટકા (286 પોઈન્ટ) વધીને 81,741 પોઈન્ટ પર, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 0.38 ટકા વધીને 24,951.15 પોઈન્ટ પર સ્થિર થયો હતો.

બેન્ક નિફ્ટીઃ સપોર્ટઃ 51372- 51190, રેઝિસ્ટન્સ 51699- 51845

સ્ટોક્સ ટૂ વોચઃ SIS, BHEL, TATAMOTORS, GAIL, TORNTPOWER, GRAPHITE, DIXON, TVSMOTORS, LARSEN, ASIANPAINT, IOC, HEROMOTO, POWERGRID, DIVISLAB

સેકટર્સ ટૂ વોચઃ ફાઇનાન્સિયલ, મેટલ્સ, પાવર, ઓઇલ, ગ્રીન એનર્જી, ફર્ટિલાઇઝર્સ, ડિફેન્સ, રેલવે.

GIFT NIFTY: સવારે 25101 એડજસ્ટેડ ચેન્જ + 88 પોઇન્ટ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ /ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)