176 સ્ટાઇલિસ ડિઝાઇન રૂમ્સ અને સ્યૂટ્સથી સજ્જ છે હોટલ540 ચો.મી.માં બેન્ક્વેટિંગ સ્પેસ મીટિંગ્સ અને પ્રસંગો માટે
IHCL જૂથની ગુજરાતમાં કુલ 19 હોટલ્સની કુલ કેપેસિટી 2000 આસપાસ રૂમ્સનીકેવડિયામાં 2, ભરૂચમાં 1, ચાંગોદરમાં 1 હોટલ નિર્માણાધિન, સુરત માટે વિચારણા ચાલી રહી છે
ગુજરાતમાં 4/5 વિવાન્તા, 7/8 ઝીંઝર મળી 18 હોટલ્સની યોજનાદેશમાં 36 હોટલ્સનો કુલ પોર્ટફોલિયો, જેમાં 10 નવી હોટલ્સ નિર્માણાધિન

અમદાવાદ: ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (IHCL)એ ગુજરાતના અમદાવાદમાં તેની પ્રથમ વિવાન્તા હોટેલ સાથે પ્રવેશ કર્યો છે. અમદાવાદમાં એસજી હાઇવે ઊપર સોલાઓવરબ્રીજ પાસે શરૂ કરાયેલી આ હોટલ આકર્ષક લોબી સ્કાયલાઇટ સાથે 176 સ્ટાઇલિશ ડિઝાઇન રૂમો અને સ્યૂટ ધરાવે છે તેમજ સ્વાદિષ્ટ વાનગીઓની બહોળી રેન્જ પિરસવાની કેપેસિટી ધરાવે છે. આખો દિવસ મીન્ટ આંતરરાષ્ટ્રીય અને ગુજરાતી મનપસંદ વાનગીઓ પીરસશે. ઇન્ડસમાં પૂર્વોતર સરહદી વિસ્તારમાંથી મેનુ ફીચર્સ ફાઇન સ્પેશ્યાલિટીઝ અને સ્વિર્લમાં સ્વાદિષ્ટ, એક પ્રકારના ડિઝર્ટ્સ સાથે મીઠાઈનો સ્વાદ સંતોષે છે તેમજ દુનિયાભરની પસંદગીની કોફીઓ અને ચા પૂરી પાડે છે.

540 ચોરસ મીટરમાં પથરાયેલ વિવિધતાસભર બેન્ક્વેટિંગ સ્પેસ મીટિંગ્સ અને સામાજિક પ્રસંગો માટે આદર્શ છે. એક ફિટનેસ સેન્ટર અને આઉટડોર પૂલનો પણ હોટલમાં સમાવેશ કરાયો છે. એરપોર્ટ, રાજ્યની રાજધાની ગાંધીનગર અને શહેરના મહત્વપૂર્ણ સીમાચિહ્નોથી ટૂંકા અંતરે સ્થિત છે.

લીલા ગ્રૂપ ઓફ કંપનીઝ સાથેની ભાગીદારીમાં વિવાન્તાનો પ્રારંભ


આ હોટેલનું ખુલવું IHCLની ભારતના મુખ્ય શહેરોમાં તેની કામગીરી વધારવાની વ્યૂહરચના સાથે સુસંગત છે. અમદાવાદ મહત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે તથા અમારું માનવું છે કે, આ કેન્દ્ર અપાર વ્યવસાયિક અને પ્રવાસન સંભવિતતા ધરાવે છે. અમને અમદાવાદમાં એસજી હાઇવે પર વિવાન્તા શરૂ કરવાની ખુશી છે, જે એને લીલા ગ્રૂપ ઓફ કંપનીઝ સાથે ભાગીદારીમાં શહેરના ઝડપી પરિવર્તનનો ભાગ બનાવે છે.- સુશ્રી દીપિકા રાવ, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ, IHCL

IHCL ગુજરાત રાજ્યમાં 19 હોટેલ્સ ધરાવે છે


આ હોટેલના ઉમેરા સાથે IHCL ગુજરાત રાજ્યમાં 19 હોટેલ્સ ધરાવે છે, જેમાંથી ચાર નિર્માણાધિન છે. ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL)ની બ્રાન્ડ વિવાન્તા પોર્ટફોલિયોમાં 36 હોટેલ્સ સામેલ છે, જેમાં 10 નિર્માણાધિન હોવાનું કંપનીના વિવાન્તા અમદાવાદના જનરલ મેનેજર નવીન તોમરે જણાવ્યું હતું.