અદાણી એનર્જી સોલ્યુશન્સે QIP રૂટ દ્વારા USD 1 બિલિયન એકત્ર કર્યા
અમદાવાદ, 6 ઓગસ્ટ: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ તેનું રુ. 8,373 કરોડ (USD 1 બિલિયન) ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (“QIP”) સફળતાપૂર્વક આખરી કર્યું હતું. જે ભારતના પાવર સેક્ટરમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્લેસમેન્ટ છે.
જુલાઈ 2015માં અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL)ના ડિમર્જર અને લિસ્ટિંગ બાદ મૂડીબજારમાં AESLની પ્રથમ ઇક્વિટીમાં આ QIP વધારો દર્શાવે છે. 2016 થી AESLના EBITDAમાં સતત બે આંકની વૃધ્ધિ છે. 30 જુલાઈ 2024 ના રોજ બજાર બંધ થવાના નિર્ધારીત સમય બાદ રુ.5,861 કરોડ (USD 700 મિલિયન) ના મૂળ સોદાના કદ સાથે આ ટ્રાન્ઝેક્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં રુ.8,373 કરોડ (USD 1 બિલિયન) સુધીના કદના ગ્રીન શૂ વિકલ્પનો સમાવેશ હતો.
આ QIPને રોકાણકારોના વિવિધ સમૂદાયો તરફથી મૂળ સોદાના લગભગ 6 ગણા કદની બિડ પ્રાપ્ત થઈ હતી, જેમાં ભારતમાં પ્રથમ વખત પ્રવેશનારા યુટિલિટી-કેન્દ્રિત યુએસના રોકાણકારો સિવાય સોવરિન વેલ્થ ફંડ્સ, મુખ્ય ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઇશ્યુનું કુલ કદ વધારીને USD 1 બિલિયન થયું હતું.
QIPમાંથી મળેલા નાણાનો ઉપયોગ વીજળી ટ્રાન્સમિશન માટેની અસ્ક્યામતોના નિર્માણ તેમજ રિન્યુએબલ પાવર માટે બલ્ક ઇવેક્યુએશન કોરિડોરના નિર્માણ ઉપરાંત ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે સ્માર્ટ મીટરિંગ વ્યવસાયનો વિસ્તાર તેમજ નેટવર્ક પ્લાનિંગમાં સુધારો કરવા અને દેવું ઘટાડવા ઋણની ચુકવણી કરવામાં થશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)