અમદાવાદ, 26 ઓગષ્ટઃ હેપ્પી કૃષ્ણ જન્માષ્ટમી..!! ભારતીય બજારો ધીરે ધીરે નવી ઊંચાઇઓ સર કરી રહ્યા છે. જોકે, સૂર સાવચેતીનો હોવા છતાં સતત સાતમાં દિવસે પણ તા. 23 ઓગસ્ટના રોજ નિફ્ટી- સેન્સેક્સે સુધારાનો ટ્રેન્ડ જાળવી રાખ્યો હતો. ટેકનિકલી જોઇએ તો મોમેન્ટમ સૂચકાંકો RSI અને MACD, મુખ્ય ડ્રાઇવરો, પોઝિટિવ ટ્રેન્ડ જાળવી રહ્યા હતા. નિફ્ટી માટે 24,800નું સ્તર આગળ વધવા માટે નિર્ણાયક બનવાની ધારણા છે; જો તે ક્રોસ થાય તો, આગામી સત્રોમાં 24,900-25,000ના સ્તરની શક્યતા નકારી શકાય નહીં. દરમિયાન, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નિફ્ટી માટે 24,700 તાત્કાલિક સમર્થન તરીકે કાર્ય કરે તેવી શક્યતા છે, જેમાં 24,500 નિર્ણાયક સપોર્ટ લેવલ છે. સોમવારે વહેલી સવારે GIFT નિફ્ટી ઊંચો ટ્રેડ કરી રહ્યો છે, જે દિવસની પોઝિટિવ શરૂઆત સૂચવે છે. નિફ્ટી ફ્યુચર 24,914.5 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

NIFTYએ 24800 પોઇન્ટની સપાટી ક્રોસ કરી લીધી તે મોટી રાહતના સમાચાર હોવા ઉપરાંત હાયર સાઇડ ઉપર બ્રેકઆઉટના સંકેત સમાન હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ જણાવે છે. નિફ્ટી માટે 24500- 24580 પોઇન્ટની સપાટી સપોર્ટ લેવલ્સ ગણાવી છે. ઉપરમાં 24800 ટકી રહે તો 24904 પોઇન્ટ સુધીના સુધારાની શક્યતા દર્શાવાય છે. આરએસઆઇ તેની એવરેજ લાઇન ઉપર ટ્રેન્ડ કરી રહ્યો છે. અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ સંકેત આપી રહ્યા છે.

ઇન્ડિયા VIX: છેલ્લા સાત સળંગ સત્રોમાં પ્રથમ વખત વોલેટિલિટી ફરી વધી પરંતુ તમામ કી મૂવિંગ એવરેજથી નીચે તેમજ 14.6 માર્કની નીચે રહી, જે બુલ્સ માટે અનુકૂળ છે. ઇન્ડિયા VIX, 13 સ્તરોથી 4.25 ટકા વધીને 13.55 પર પહોંચી ગયો.

STOCKS TO WATCH: AshokaBuildcon, KarurVysyaBank, DrReddysLabs, BEL, Trent, ReligareEnterprises, ONGC, TCI, AlembicPharma, BharatElectronics, Trent, UnoMinda, IDFC, LemonTree, BharatDynamics

સેક્ટર્સ ટૂ વોચઃ ફાઇનાન્સિયલ, સિલેક્ટિવ આઇટી- ટેકનોલોજી, કન્સ્ટ્રક્શન, ઓઇલ- એનર્જી- ગ્રીન એનર્જી, ફર્ટિલાઇઝર્સ, ડિફેન્સ, સિલેક્ટિવ રેલવે સ્ટોક્સ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)