આઇપીઓ ખૂલશે7 નવેમ્બર
આઇપીઓ બંધ થશે11 નવેમ્બર
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ.70/74
લોટ સાઇઝ200 શેર્સ
ઇશ્યૂ સાઇઝ297297297 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.2200 કરોડ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ
BUSINESSGUJARAT.IN RATING5.5/10

અમદાવાદ, 5નવેમ્બર: નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની રૂ. 10/- ની મૂળ કિંમતના દરેક ઇક્વિટી શેર માટે શૅર દીઠ રૂ. 70/- થી રૂ. 74 ની પ્રાઇસ બેન્ડ ઘરાવતા શેર્સના આઇપીઓ સાથે તા. 7 નવેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. નાણાકીય વર્ષ 2024 માં એકંદર આરોગ્ય GDPI પર આધારિત, ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી સ્ટેન્ડઅલોન રિટેલ હેલ્થ ઈન્સ્યોરર (સાહી) કંપનીની પ્રારંભિક જાહેર ઓફર સોમવાર, 11 નવેમ્બર, 2024 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 200 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 200 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરવાની રહેશે. આ ઑફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ક્વૉલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનવ ખરીદદારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઑફરનો 75%, બિન-સંસ્થાકીય રોકાણકારોને માટે નેટ ઑફરના 15% અને નેટ ઓફરના 10% છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ છે.

ઇશ્યૂના મુખ્ય હેતુઓ એક નજરે

IPO એ રૂ. 800 કરોડ સુધીના તાજા ઇશ્યુ અને Bupa Singapore Holdings Pte., Fettle Tone LLP દ્રારારૂ. 1,400 કરોડ સુધીના ઓફર ફોર સેલનું મિશ્રણ છે. કંપની તેના તાજા ઇશ્યૂમાંથી મળેલી રકમમાંથી માટે રૂ. 1,500 કરોડ સુધીની રકમનો ઉપયોગ સોલ્વન્સી સ્તરને જાળવવા અને મજબૂત કરવા માટે મૂડી આધાર વધારવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા ઉપયોગ કરાશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

નિવા બુપા તેમના વ્યવસાયમાં “ડિજિટલ-પ્રથમ” અભિગમ અપનાવે છે અને ગ્રાહકની મુસાફરીના દરેક પગલામાં ટેક્નોલોજી એકીકરણનો અમલ કરે છે, જેમાં ગ્રાહક ઓનબોર્ડિંગ, અંડરરાઈટિંગ, દાવા અને નવીકરણનો સમાવેશ થાય છે. 30 જૂન, 2024 સુધીમાં, નિવા બુપાએ 14.99 મિલિયન લોકોનો જીવનનો વીમો કરાવ્યો છે. નાણાકીય 2024 માં રૂ. 54.94 Bn ના એકંદર આરોગ્ય GDPI પર આધારિત, નિવા બુપા એ ભારતની 3જી સૌથી મોટી અને 2જી સૌથી ઝડપથી વિકસતી SAHI છે, જે નાણાકીય વર્ષ 2022 થી 2024 દરમિયાન 41.37% ની CAGR પર વૃદ્ધિ પામી છે જે ઉદ્યોગની સરેરાશ કરતાં લગભગ બમણી છે. રેડસીરના જણાવ્યા અનુસાર, રિટેલ હેલ્થ GDPI પર આધારિત, નાણાકીય વર્ષ 2024 માટે ભારતીય સાહી માર્કેટમાં નિવા બુપાનો બજારહિસ્સો 16.24% હતો અને 31 ઓગસ્ટ, 2024 ના રોજ પૂરા થયેલા પાંચ મહિના માટે તે 17.29% હતો.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

નાણાકીય 2022 થી નાણાકીય વર્ષ 2024 સુધી, નિવા બુપાનો એકંદર GWP 41.27% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) પર વધ્યો, જ્યારે તેની છૂટક આરોગ્ય GWP 33.41% ના CAGR પર વધ્યો. આ સમયગાળા દરમિયાન કંપનીનો એકંદર આરોગ્ય GDPI વૃદ્ધિ 41.37%  SAHIsમાં સૌથી વધુ છે અને Redseer દ્વારા અહેવાલ મુજબ, ઉદ્યોગના સરેરાશ 21.42% વૃદ્ધિ દર કરતાં લગભગ બમણો છે. 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રણ મહિના માટે, એકંદર GWP 30.84% ​​ના દરે વધ્યો હતો અને રિટેલ હેલ્થમાંથી તેનો GWP 31.99% ના દરે વધ્યો હતો.

લીડ મેનેજર્સ            

ICICI સિક્યોરિટીઝ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, એક્સિસ કેપિટલ, HDFC બેંક અને મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ બુક-રનિંગ લીડ મેનેજર્સ છે અને KFin ટેક્નોલોજીસ ઑફરના રજિસ્ટ્રાર છે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)