મુંબઇ, બુધવાર, 13 નવેમ્બર, 2024: કલ્પતરૂ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ (KPIL)એ તેના સંયુક્ત સાહસો અને આંતરરાષ્ટ્રીય પેટા કંપનીઓ સાથે મળીને રૂ. 2,273 કરોડના નવા ઓર્ડર્સ/નોટિફિકેશન મેળવ્યાં છે.

નવા ઓર્ડર્સની વિગતો:

  • ભારત અને વિદેશી બજારોમાં ટ્રાન્સમીશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન (ટીએન્ડડી) બિઝનેસમાં ઓર્ડર્સ
  • ભારતમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ

કેપીઆઇએલ ના એમડી અને સીઇઓ મનિષ મુનોતે કહ્યું હતું કે, “અમે ઓર્ડર્સના સતત ઇનફ્લોથી ઉત્સાહિત છીએ. વિશેષ કરીને ભારતમાં ટીએન્ડડી બિઝનેસમાં જબરદસ્ત આકર્ષણ સાથે અમારી ઓર્ડરબુક સતત મજબૂત થઇ રહી છે. અમે બીએન્ડએફમાં નવા ઓર્ડર મેળવતાં ઉત્સાહિત છીએ. આ નવા ઓર્ડર્સ સાથે અમારો આજની તારીખમાં ઓર્ડર ઇનફ્લો અંદાજે રૂ. 14,100 કરોડ છે, જેમાંથી લગભગ 56 ટકા ઓર્ડર અમારા ટીએન્ડડી બિઝનેસના છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)