વિશાલ મેગા માર્ટનો રૂ. 8,000 કરોડનો IPO 11 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.74-78
ઇશ્યૂ ખૂલશે | 11 ડિસેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 13 ડિસેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | 74-78 |
એન્કર ઇન્વેસ્ટર્સ | 10 ડિસેમ્બર |
લિસ્ટિંગ | BSE, NSE |
ઓફર સાઇઝ | રૂ.8000 કરોડ |
લોટ સાઇઝ | 190 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 1025641025 શેર્સ |
Businessgujarat.in rating | 5/10 |
અમદાવાદ, 8 ડિસેમ્બરઃ વિશાલ મેગા માર્ટ (વીએમએમ) ઇક્વિટી શેર્સના તેના IPOના સંદર્ભે તેની બિડ/ઓફર બુધવાર, 11 ડિસેમ્બર, 2024ના રોજ ખોલશે અને શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. રૂ. 8,000 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના)ની કુલ ઓફર સાઇઝમાં કેદારા કેપિટલના નેતૃત્વ હેઠળની સમાયત સર્વિસીઝ એલએલપી દ્વારા વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર મંગળવાર, 10 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને બંધ થશે. ઇક્વિટી શેર્સ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવાની યોજના છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ
વીએમએમ એ ભારતની અગ્રણી રિટેલ કંપનીઓ પૈકીની એક છે જેણે નાણાંકીય વર્ષ 2024માં રૂ. 8,900 કરોડની આવક નોંધાવી છે. કંપની 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 414 શહેરોમાં 645 સ્ટોર્સ ધરાવે છે જે 11.5 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા છે. વીએમએમ ડાયવર્સિફાઇડ મર્ચેન્ડાઇઝ મિક્સ ઓફર કરે છે જેમાં એપલરનો હિસ્સો વેચાણના 45 ટકા, જનરલ મર્ચેન્ડાઇઝ 28 ટકા અને એફએમસીજી 27 ટકા છે.
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસીઝ, જેફ્રીઝ ઈન્ડિયા, જે પી મોર્ગન ઈન્ડિયા અને મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા.
ઓફરના 50 ટકા ક્યુઆઈબી)ને પ્રમાણસર ધોરણે ફાળવાશે | ઓફરના 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવાશે | ઓફરના 35 ટકા રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવાશે |
Period | 30 Sep24 | 31 Mar24 | 31 Mar23 | 31 Mar22 |
Assets | 9,551.75 | 8,506.08 | 8,288.91 | 8,217.98 |
Revenue | 5,053.42 | 8,945.13 | 7,618.89 | 5,653.85 |
PAT | 254.14 | 461.94 | 321.27 | 202.77 |
Net Worth | 5,923.74 | 5,646.59 | 5,180.84 | 4,849.93 |
Reserves | 1,390.27 | 1,113.12 | 649.50 | 321.88 |
Total Borrowing | 133.50 | 497.41 |
(Amount in ₹ Crore)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)