સ્ટાર એગ્રીવેરહાઉસિંગ એન્ડ કોલેટરલ મેનેજમેન્ટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 8 ડિસેમ્બરઃ સ્ટાર એગ્રીવેરહાઉસિંગ એન્ડ કોલેટરલ મેનેજમેન્ટ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે. કંપની ટેક્નોલોજી આધારિત ઇન્ટિગ્રેટેડ એગ્રીકલ્ચરલ વેલ્યુ-ચેઇન સર્વિસીઝ પ્લેટફોર્મ છે જે પ્રોક્યોરમેન્ટ, ડેટા ફેસિલિટેશન, વેરહાઉસિંગ, કોલેટરલ મેનેજમેન્ટ, ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ, ડિજિટલ માર્કેટપ્લેસ અને ટેક્નોલોજી આધારિત વેલ્યુ એડેડ ડેટા સર્વિસીઝ જેવી સર્વિસીઝ પૂરી પાડે છે.
કંપની આઈપીઓ દ્વારા ભંડોળ ઊભું કરવા માંગે છે. કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 4,500 મિલિયન (રૂ. 450 કરોડ) સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ તથા 2,69,19,270 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (“Total Offer Size”)નો સમાવેશ થાય છે.
કંપની ઇશ્યૂમાંથી મળેલી આવકનો આ મુજબ ઉપયોગ કરવાની યોજના ધરાવે છે (1) રૂ. 1,200 મિલિયન (રૂ. 120 કરોડ) જેટલી કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને આંશિક ભંડોળ આપવા, (2) કંપનીની મટિરિયલ પેટાકંપની એફએફઆઈપીએલની રૂ. 1,250 મિલિયન (રૂ. 125) કરોડ જેટલી કાર્યશીલ મૂડી જરૂરિયાતોને આંશિક ભંડોળ આપવા (3) અંદાજિત રૂ. 1,000 મિલિયન (રૂ. 100 કરોડ) સુધીની મૂડી વધારવા માટે મટિરિયલ પેટાકંપની એએફએલમાં ભંડોળ ઉમેરવા તથા બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (“Objects of the Offer”).
જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ અને ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના Book Running Lead Managers છે.
કંપની 30, જૂન 2024ના રોજ ભારતમાં એગ્રીકલ્ચરલ કોમોડિટી આધારિત ફાઇનાન્સિંગ (કોલેટરલ મેનેજમેન્ટ)માં સૌથી મોટી કંપની હોવાનું મનાય છે જેની એયુએમ રૂ. 130થી રૂ. 165 અબજ જેટલી છે. કંપની 30 જૂન 2024ના રોજ 4.5થી 5.2 એમએમટીની સૌથી મોટી એગ્રીકલ્ચરલ વેરહાઉસિંગ ક્ષમતા દ્વારા સેવાઓ આપે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)