ડોર્ફ-કેટલ કેમિકલ્સ ઈન્ડિયાએ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 31 જાન્યુઆરીઃ ઓઇલ અને ગેસ, રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો તથા ઔદ્યોગિક સેગમેન્ટ્સમાં વિવિધ ઉપયોગો સાથેના ગ્રાહકો સહિત હાઇડ્રોકાર્બન્સ અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય ચેઇન્સમાં સ્પેશિયલ્ટી કેમિકલ્સની આરએન્ડડી તથા ઇનોવેશન કેન્દ્રિત વૈશ્વિક ઉત્પાદક તથા સપ્લાયર ડોર્ફ-કેટલ કેમિકલ્સ ઈન્ડિયા લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનુ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
આ આઈપીઓમાં પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના રૂ. 1,500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના રૂ. 3,500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કુલ ઇશ્યૂમાં પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના રૂ. 5,000 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના મેનન ફેમિલી હોલ્ડિંગ્સ ટ્રસ્ટ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. 3,500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
1992માં સ્થપાયેલી ડોર્ફ-કેટલ કેમિકલ્સ ઈન્ડિયા એ ભારતમાં સ્પેશિયલ્ટી કેમિકલ્સના વિકાસ, કોમર્શિયલાઇઝેશન અને એપ્લિકેશનમાં અગ્રણી ઉત્પાદકો પૈકીની એક છે. કંપની બે કેટેગરીઝમાં પ્રોડક્ટ્સ ઓફર કરે છે – હાઇડ્રોકાર્બન્સ માટે સ્પેશિયલ્ટી કેમિકલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ સ્પેશિયલ્ટી કેમિકલ્સ. હાઇડ્રોકાર્બન્સ માટે સ્પેશિયલ્ટી કેમિકલ્સની કેટેગરીમાં મુખ્ય સબ કેટેગરી તરીકે ઓઇલ ફિલ્ડ, રિફાઇનરી કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ફ્યુઅલ એડિટિવ્સ અને મોડિફાઇડ એસિડ્સનો સમાવેશ થાય છે અને ઇન્ડસ્ટ્રીયલ સ્પેશિયલ્ટી કેમિકલ્સ કેટેગરીમાં મુખ્ય સબ કેટેગરી તરીકે ઓર્ગેનોમેટાલિક ટાઇટેનેટ્સ અને ઝિર્કોનેટ્સ, પોલિવિનાઇલ ફોર્મેટાઇડ (પીવીએફ), ઓબીએ અને લ્યુબ્રિકન્ટ એડિટિવ્સનો સમાવેશ થાય છે. 31 ઓક્ટોબર, 2024 સુધીમાં અગ્રણી ગ્રાહક આધારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોનાસ, ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન, પીપીજી ઇન્ડસ્ટ્રીઝ, ક્લેરિઅન્ટ, લિબર્ટી એનર્જી, ઇટાલિયાના પેટ્રોલી અને વેદાંતાનો સમાવેશ થાય છે. 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા છ મહિનાના ગાળા દરમિયાન કંપની પાસે 1,322 ગ્રાહકો હતા.
31 ઓક્ટોબર, 2024 સુધીમાં કંપની ચાર દેશોમાં 16 ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે, જેમાં આઠ ભારતમાં, બે બ્રાઝિલમાં, ત્રણ અમેરિકામાં અને ત્રણ કેનેડામાં છે. 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં ભારતમાં આઠ ઉત્પાદન સુવિધાઓ 147,770 એમટીપીએની ક્યુમ્યુલેટિવ સ્થાપિત ક્ષમતા ધરાવે છે જ્યારે બ્રાઝિલ, અમેરિકા અને કેનેડામાં ઉત્પાદન સુવિધાઓ 194,770 એમટીપીએની ક્યુમ્યુલેટિવ સ્થાપિત ક્ષમતા ધરાવે છે. 98,900 એમટીપીએની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા સાથે, ગુજરાતના મુંદ્રામાં આવેલી ઉત્પાદન સુવિધા સૌથી મોટી સુવિધા છે. તે ઓર્ગેનોમેટાલિક ટાઇટેનેટ્સની વિશ્વની સૌથી મોટી ઉત્પાદન સુવિધાઓમાંની એક પણ છે. સમર્પિત આરએન્ડડી સુવિધાઓ ભારત, સિંગાપોર, કેનેડા અને બ્રાઝિલમાં આવેલી છે. ભારતની બહાર 542 પેટન્ટ રજિસ્ટ્રેશન્સ સાથે, જેમાં 99 યુએસ પેટન્ટ રજિસ્ટ્રેશન્સ અને ભારતમાં 29 પેટન્ટ રજિસ્ટ્રેશન્સનો સમાવેશ થાય છે, કંપની વૈશ્વિક બ્રાન્ડ ઓળખ ધરાવતી ભારત સ્થિત જૂજ કેમિકલ કંપનીમાંની એક છે.
નાણાંકીય વર્ષ 2022થી નાણાંકીય વર્ષ 2024 સુધી કામગીરીથી આવકો 45.47 ટકાના સીએજીઆર સાથે વધીને રૂ. 54,795 મિલિયન, એબિટા 60.54 ટકાના સીએજીઆર સાથે વધીને રૂ. 9,504 મિલિયન અને વર્ષ માટેનો રિસ્ટેટેડ ચોખ્ખો નફો સમયગાળા/વર્ષ માટે 50.18 ટકાના સીએજીઆરથી વધી રૂ. 6,020 મિલિયન થયો હતો.
ડોર્ફ-કેટલ કેમિકલ્સ ઈન્ડિયા સ્પેશિયલ્ટી કેમિકલ્સ સેગમેન્ટમાં તકોનો લાભ લેવાનો પ્રયાસ કરે છે અને તેમની માર્કેટ લીડરશિપ પોઝિશન, વૈશ્વિક ઉત્પાદન અને વિતરણ નેટવર્ક, આરએન્ડડી ક્ષમતાઓ અને વૃદ્ધિ માટે ગ્રાહક-કેન્દ્રિત અભિગમનો લાભ ઉઠાવે છે.
લીડ મેનેજર્સઃ જેએમ ફાઇનાન્સિયલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઈવેટ અને મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)