FORTUNE INDIA RICH LIST 2022: GAUTAM ADANI ON TOP WITH Rs. 10.29 trillion
ભારતના 142 અબજોપતિની કુલ સંપત્તિ 832 અબજ ડોલર (રૂ. 66560 અબજ)!!!
- રૂ. 10.29 લાખ કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી પ્રથમ અને રૂ. 7.55 લાખ કરોડ સાથે મુકેશ અંબાણી બીજા ક્રમે
અમદાવાદઃ ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા 142ની થવા સાથે તેમની કુલ સંપત્તિનો આંકડો 832 અબજ ડોલર (66560 અબજ રૂપિયા)ના સ્તરે પહોંચ્યો છે! ફોર્ચ્યુન ઇન્ડિયાના લિસ્ટ અનુસાર 2022 માટેના ભારતના ટોચના ધનવાનોની યાદીમાં રૂ. 10.29 લાખ કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી પ્રથમ અને રૂ. 7.55 લાખ કરોડની સંપત્તિ સાથે મુકેશ અંબાણી બીજા ક્રમે રહ્યાં છે. વોટરફિલ્ડ એડવાઇઝર્સ સાથેના સહયોગમાં ફોર્ચ્યુનની આ યાદીમાં લિસ્ટેડ કંપનીઓની સંપત્તિનો આધાર લેવામાં આવ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાતની બબ્બે કંપનીઓ ટોપ-10માં સ્થાન ધરાવે છે.
ઇન્ડિયાના ટોપ-10 રિચેસ્ટ મેન ઓફ 2022
ક્રમ | નામ | રૂ. લાખ કરોડ | અબજ ડોલર |
1. | ગૌતમ અદાણી | 10.29 | 129.16 |
2. | મુકેશ અંબાણી | 7.55 | 94.57 |
3. | શાપોરજી મિસ્રી અને | 2.57 | 32.35 |
સાયરસ મિસ્ત્રી ફેમિલી | |||
4. | રાધાકિશન દામાણી | 2.19 | 27.53 |
5. | અઝીમ પ્રેમજી | 1.74 | 21.94 |
6. | સાયરસ સોલી પૂનાવાલા | 1.62 | 20.42 |
7. | શિવ નાદર | 1.57 | 19.73 |
8. | કુમાર મંગલમ બિરલા | 1.53 | 19.25 |
9. | અદી ગોદરેજ ફેમિલી | 1.40 | 17.60 |
10. | શેખર બજાર ફેમિલી | 1.21 | 15.21 |