LIC IPO: પ્રાઇવેટ વીમા કંપનીઓ કરતાં નીચો ગ્રોથ
નાણાકીય વર્ષ 2021-22ના પહેલા 11 મહિનામાં એલઆઈસીના નવા બિઝનેસ પ્રીમિયમનો ગ્રોથ 0.24 ટકા રહ્યો. આ સમયગાળા દરમિયાન કંપનીએ 1.56 લાખ કરોડ રૂપિયાનો નવો બિઝનેસ પ્રીમિયમમાં ઉમેરો કર્યો છે. તેની સરખામણીમાં પ્રાઇવેટ ઇન્શ્યોરેન્સના નવા બિઝનેસ પ્રીમિયમનો ગ્રોથ 24.7 ટકા રહ્યો છે. તેમનું કુલ નવું બિઝનેસ પ્રીમિયમ આ સમયગાળા દરમિયાન 98,213 કરોડ રહ્યું છે.
એલઆઇસીનો મેગા આઇપીઓ મે સુધી પાછો ઠેલાવાની દહેશત
દેશની સૌથી મોટી વીમા કંપનીનો મેગા IPO વધુ એકવાર પાછો ઠેલીને સરકાર મેના મધ્ય ભાગમાં લાવવા વિચારી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સરકાર એવો આશાવાદ ધરાવે છે કે, ત્યાં સુધી રશિયાના યૂક્રેન પર હુમલાના કારણે શેરબજારોની વોલેટિલિટી શાંત થવા સાથે માર્કેટમાં તેજીની ચાલ જોવા મળી શકે છે. નિયમ અનુસાર IPO માટે LIFE INSURANCE CORP (LIC) પબ્લિશ્ડ અમેબેડેડ વેલ્યૂ મે સુધી વેલિડ રહેશે. જો આઇપીઓ તેનાથી વધુ વિલંબમાં પડે તો LICની એમ્બેડેડ વેલ્યૂની ફરીથી ગણના કરવી પડે અને કંપનીએ નવેસરથી આઇપીઓ પ્રોસેસ પણ હાથ ધરવી પડે. તેમાં બે-ત્રણ માસનો વિલંબ થવાની શક્યતા પણ નકારી શકાય નહિં. એમ્બેડેડ વેલ્યૂના આધાર પર વીમા કંપનીઓના મૂલ્યાંકન કરવામાં આવે છે.
આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી સૌથી મોટી પાંચ પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપનીઓની નવી બિઝનેસ પ્રીમિયમ ગ્રોથ એલઆઈસી કરતાં વધુ રહી. સૌથી મોટી પાંચ પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપનીઓમાં SBI Life, ICICI Prudential Life, Max Life Insurance અને HDFC Life Insurance સામેલ છે. એસબીઆઈ લાઇફે 25 ટકાના ગ્રોથ સાથે 22,613 કરોડ રૂપિયાનું નવું બિઝનેસ પ્રીમિયમ હાંસલ કર્યું.
આઈસીઆઈસીઆઈ પ્રૂ લાઇફે 18 ટકા ગ્રોથની સાથે 12,844 કરોડ રૂપિયાનું નવું બિઝનેસ પ્રીમિયમ હાંસલ કર્યું. મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સે 16 ટકાના ગ્રોથ સાથે 6,510 કરોડ રૂપિયાનું નવું બિઝનેસ પ્રીમિયમ હાંસલ કર્યું છે. એચડીએફસી લાઇફનું નવું બિઝનેસ પ્રીમિયમ 22.52 ટકાની ગ્રોથ સાથે 21,136 કરોડ રૂપિયા રહ્યું.
સરકાર એલઆઈસીમાં તેમનો 5 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. એલઆઈસીને તેનો પ્રોફિટ વધારવા માટે નવા બિઝનેસ પ્રીમિયમમાં સારી ગ્રોથની જરૂર છે. તેનાથી કંપનીના આઈપીઓમાં ઇનવેસ્ટર્સનો રસ વધશે. જોકે, એક્સપર્ટનું કહેવું છે કે એલઆઈસીના આઈપીઓને ઇનવેસ્ટર્સનો સારો રિસ્પૉન્સ મળવાની આશા છે.
આ નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં એલઆઈસી બિઝનેસ ગ્રોથના કેસમાં ઘણી પાછળ રહી ગઈ. જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન કંપનીનું નવું બિઝનેસ પ્રીમિયમ 30,425 કરોડ રૂપિયા હતું. ડિસેમ્બર ક્વાર્ટર માટે નવું બિઝનેસ પ્રીમિયમ 40,902 કરોડ રૂપિયા હતું. સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નવું બિઝનેસ પ્રીમિયમ 49,512 કરોડ રૂપિયા હતું. જૂન ક્વાર્ટરમાં આ આંકડો 35,601 કરોડ રૂપિયા હતો.