MARKET OUTLOOK: NIFTY SUPPORT 17794- 17710, RESISTANCE 18029- 18180
ગુરુવારે નિફ્ટીએ ધીમી શરૂઆત બાદ તીવ્ર ઘટાડાની ચાલ નોંધાવી હતી. જેમાં 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ગુમાવવા સાથે ઇન્ડેક્સ ઘટી 17877 પોઇન્ટની સપાટીએ સેટલ થયો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા સાથે આઇટી કંપનીઓમાં વેચવાલીનું પ્રેશર રહ્યું હતું.
ટેકનિકલી જોઇએ તો પાંચ માસની 18096 પોઇન્ટની ટોચની સપાટી નોંધાવી ત્યારે જ જણાવ્યું હતું કે, આ સપાટી સળંગ 3 દિવસ ટકાવી રાખે પછી જ સુધારાની આગેકૂચની શક્યતા રહેશે. તે અનુસાર ફરી કરેક્શનનો દોર શરૂ થવા સાથે બે દિવસથી માર્કેટ ઘટી રહ્યું છે. શુક્રવારે વીક એન્ડ પોલિસી કેવી રહેશે તેની ઉપર નજર કરીએ તો એફઆઇઆઇ અને ડીઆઇઆઇ બન્ને વેચવાલ છે. જેના કારણે નિફ્ટી 17800- અને 17750ની નજીકની સપોર્ટ લેવલ્સ પણ તોડી શકે છે. સુધારાની આગેકૂચ માટે 18029 અને ત્યારબાદ 18180 પોઇન્ટની રેઝિસ્ટન્સ વટાવે તે અત્યંત જરૂરી રહેશે.
NIFTY | 17877 | BANK NIFTY | 41209 | IN FOCUS |
S-1 | 17794 | S-1 | 40962 | RK FORG |
S-2 | 17710 | S-2 | 40714 | TATA POWER |
R-1 | 18029 | R-1 | 41648 | MCDOWELL |
R-2 | 18180 | R-2 | 42088 | BALKRISHIND |
BANK NIFTY INTRA DAY RANGE: SUPPORT 40962- 40714, RESISTANCE 41648- 42088.
બેન્ક નિફ્ટીમાં ડબલ ટોપ પેટર્ન રચાયા પછી 41830 પોઇન્ટના લેવલથી રિવર્સલ ટ્રેન્ડમાં ડેઇલી ટાઇમફ્રેમ ચાર્ટમાં નેગેટિવ મોમેન્ટમ નોંધાવી છે. જેમાં ઇન્ડેક્સ 40650- 40300ના લેવલ્સ સુધી ટચ થઇ શકે છે. ઉપરમાં 41800- 41850ની રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખીનેજ વેપાર કરવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
MARKET LENS BY: Reliance Securities