જેકસન ગ્રીને ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ની સાથે પ્રથમ PPA સાથે પવન ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

અમદાવાદ, 31 જુલાઈ: જેક્સન ગ્રીન લિમિટેડે આજે તેની પેટાકંપની JGRJ થ્રી સોલર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) સાથે પવન ઉર્જા પ્રોજેક્ટ માટે તેના પ્રથમ પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. 100 મેગાવોટના ગ્રીડ-કનેક્ટેડ પવન ઉર્જા પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી ઉર્જા GUVNL દ્વારા ખરીદવામાં આવશે.
GUVNL ના વિન્ડ ટેન્ડર (તબક્કો VIII)ની અંતર્ગત બંને કંપનીઓએ પ્રતિ યુનિટ રૂ.3.59 ના દરથી 25 વર્ષના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે. જેક્સન ગ્રીન દ્વારા આ 100 મેગાવોટ ગુજરાત સ્થિત પ્રોજેક્ટ વાર્ષિક 300,000,000 kWh યુનિટથી વધુ ઊર્જા ઉત્પાદનની અપેક્ષા છે, જે એક વર્ષમાં આશરે 250,000 ટન CO₂ ઉત્સર્જનની ભરપાઈ કરશે. આ પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી ઊર્જાનો ઉપયોગ સ્વચ્છ, ટકાઉ વીજળી સાથે રાજ્યની વધતી જતી ઊર્જા માંગને ટેકો આપવા માટે કરવામાં આવશે.
100 મેગાવોટનો પવન ઉર્જા પ્રોજેક્ટ 24 મહિનાની અંદર કાર્યરત થવાની અપેક્ષા છે. પીપીએના ભાગ રૂપે પૂરા પાડવામાં આવેલા કાર્યક્ષેત્રમાં જમીન ઓળખ, સ્થાપના, માલિકી અને સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી (STU) નેટવર્ક સાથે જરૂરી બધી મંજૂરીઓ/કનેક્ટિવિટીનો સમાવેશ થશે, જેથી કરીને GUVNL ને વીજળી પ્રાપ્ત થઇ શકે. આ પ્રોજેકટ ભારતના સ્વચ્છ ઉર્જા પરિવર્તનને ટેકો આપવા અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં જેક્સન ગ્રીનની સ્થિતિને મજબૂત બનાવવા માટે જેક્સન ગ્રીનની નિરંતર પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
