સેન્સેક્સ ઓલટાઈમ હાઈ, બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ ટોચે, જાણો ઉછાળાના કારણો
અમદાવાદ, તા. 27: ભારતીય શેરબજાર સળંગ બીજા દિવસે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં સાર્વત્રિક લેવાલીના પગલે સેન્સેક્સ આજે 86055.86ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. સેન્સેક્સે આજે 446.35 પોઈન્ટ ઉછળા સાથે આ નવી ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી. નિફ્ટીએ પણ 26310.45ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી. બેન્ક નિફ્ટી પણ 59866.60 ના રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો.
સેન્સેક્સ પેકમાં બપોરે 12.38 વાગ્યે બજાજ ફાઈનાન્સ 3.09 ટકા, એચયુએલ 1.12 ટકા, બજાજ ફિનસર્વ 1.07 ટકા, એલએન્ડટી 1.04 ટકા ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો હતો. જો કે, બજારમાં નાના પાયે પ્રોફિટ બુકિંગ શરૂ થયા હતા. જેના પગલે સેન્સેક્સ પેકના 16 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. જેમાં એટરનલ 1.73 ટકા, ટાટા સ્ટીલ 1.09 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
બેન્કિંગ સેગમેન્ટમાં ખાનગી બેન્કોના શેરનો આજે દબદબો રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્કના શેર 1 ટકાથી વધુ ઉછળ્યા હતા. પરિણામે નિફ્ટી બેન્ક રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. બીએસઈ ખાતે બેન્કિંગ ઈન્ડેક્સ 67125.15ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ 0.33 ટકા ઉછાળે 67025 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
- યુએસ ફેડ અને આરબીઆઈ તરફથી રેટ કટની અપેક્ષા
યુએસ ફેડરલ રિઝર્વ અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી ડિસેમ્બરમાં રેટ કટનો અંદાજ છે. યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) ની બેઠક 9-10 ડિસેમ્બરે યોજાવાની છે. આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિ (MPC) 3-5 ડિસેમ્બરે મળશે. બંને સેન્ટ્રલ બેન્કો 25-25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે તેવી સંભાવના જોવા મળી છે. આ અટકળોનો બજારને ટેકો મળ્યો છે. - એફઆઈઆઈનું કમબેક
રેટકટની અપેક્ષાએ વિદેશી રોકાણકારો ફરી પાછા ભારતીય શેરબજાર તરફ વળ્યા છે. ગઈકાલે 26 નવેમ્બરે એફઆઈઆઈએ 4778 કરોડની ખરીદી નોંધાવી હતી. જેનો ટેકો ઈક્વિટી માર્કેટને મળ્યો છે. છેલ્લા બે સેશનથી એફઆઈઆઈ લેવાલ છે. - મજબૂત કોર્પોરેટ પરિણામો
બજારને ટેકો આપતું એક મહત્વપૂર્ણ પરિબળ નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિકમાં મજબૂત કમાણીની અપેક્ષા છે. નિષ્ણાતો માને છે કે સુધારેલી કમાણી મિડ- અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં મૂલ્યાંકન અંગેની ચિંતાઓને પણ દૂર કરશે, જેનાથી બજારને તેના લાભો ટકાવી રાખવામાં મદદ મળશે. - રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટોરશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો
રશિયા-યુક્રેન શાંતિ કરારની સંભાવનાએ વૈશ્વિક સ્તરે ભાવનામાં સુધારો કર્યો છે. અહેવાલો મુજબ, યુએસ રાજદૂત સ્ટીવ વિટકોફ આવતા અઠવાડિયે રશિયન નેતાઓ સાથે વાટાઘાટો માટે મોસ્કો જશે, જેથી યુદ્ધનો અંત લાવવાના રસ્તાઓ શોધી શકાય. રશિયા-યુક્રેન યુદ્ધનો અંત રશિયન પુરવઠા પર યુરોપિયન પ્રતિબંધો દૂર થતાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે. - ટેકનિકલ પરિબળટેકનિકલ પરિબળ
ચોઇસ ઇક્વિટી બ્રોકિંગ પ્રાઇવેટના ટેકનિકલ અને ડેરિવેટિવ વિશ્લેષક અમૃતા શિંદેએ નિર્દેશ કર્યો કે નિફ્ટી50ને હવે 26050-26100નો મજબૂત સપોર્ટ મળ્યો છે. જે સતત માંગ ક્ષેત્ર તરીકે કાર્ય કરે છે. ઉપરના સ્તરે રેઝિસ્ટન્સ લેવલ 26,300-26,350 રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
