ઇશ્યૂની મહત્વની સંભવિત તારીખો

ઇવેન્ટસંભવિત તારીખ
ઇશ્યૂ ખૂલશે9 નવેમ્બર
ઇશ્યૂ બંધ થશે11 નવેમ્બર
એલોટમેન્ટ16 નવેમ્બર
રિફંડ17 નવેમ્બર
ડિમેટ શેર્સ ક્રેડિટ18 નવેમ્બર
લિસ્ટિંગ21 નવેમ્બર

અમદાવાદ, 05 નવેમ્બર, 2022: ચેન્નાઇ સ્થિત નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશન ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ લિમિટેડ તા. 9 નવેમ્બરના રોજ રૂ. 1960 કરોડ એકત્ર કરવા માટે આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની શેરદીઠ રૂ. 1ની ફેસવેલ્યૂ અને રૂ. 450- 474ની પ્રાઇસબેન્ડ સાથે શેર્સ ઓફર કરી રહી છે. ઇશ્યૂ તા. 11 નવેમ્બરે બંધ થશે. કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ થશે. ન્યૂનતમ 31 ઇક્વિટી શેર્સ અને તેના ગુણાંકમાં અરજી કરી શકાશે.

આ ઓફર ફોર સેલમાં SCI ઇન્વેસ્ટમેન્ટ્સ V દ્વારા Rs 166.74 કરોડ, મેટ્રિક્સ પાર્ટનર્સ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ II, LLC દ્વારા Rs.719.4 કરોડ, મેટ્રિક્સ પાર્ટનર્સ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ II એક્સટેન્શન, LLC દ્વારા Rs.12.08 કરોડ, નોર્વેસ્ટ વેન્ચર પાર્ટનર્સ X -મોરિશિયસ દ્વારા Rs.361.4 કરોડ, TPG એશિયા VII SF પ્રાઇવેટ લિમિટેડ દ્વારા Rs.700.3 કરોડનો સમાવેશ થાય છે.

 કંપનીના વ્યવસાય અંગે

ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ સુક્ષ્મ-ઉદ્યોગ સાહસિકો અને સ્વરોજગાર ધરાવતાં વ્યક્તિઓને સુરક્ષિત વ્યવસાય લોન પૂરી પાડે છે, જેઓ પરંપરાગત નાણાકીય સંસ્થાઓ દ્વારા મોટાભાગે બાકાત રહેતા હોય છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

સમયગાળોકુલ આવકોચોખ્ખો નફો
31-Mar-20787.35261.95
31-Mar-211051.26358.99
30-Jun-21300.76101.57
31-Mar-221256.17453.54
30-Jun-22339.06139.43
આંકડા ₹ Crore

 કંપનીની કામગીરીના વિસ્તારો

કંપની દક્ષિણ ભારતમાં પોતાની મજબૂત હાજરી ધરાવે છે,  અને તમામ લોન ઋણધારકોની મિલકત, મુખ્યત્વે સ્વમાલિકીની રહેણાંક મિલકત (SORP) દ્વારા સુરક્ષિત હોય છે. તે પોતાના વ્યાવસાયિક સાથીઓની સરખામણીમાં નાણાકીય વર્ષ 2018-22 દરમિયાન 50% CAGR સાથે ચોથા ક્રમની સૌથી ઝડપી AUMવૃદ્ધી ધરાવે છે. તેના લોન પોર્ટફોલિયોમાં 95%થી વધારે હિસ્સામાં 0.1 મિલિયન થી 1.0 મિલિયનની મૂડી રકમ વચ્ચેની લોનનો સમાવેશ થાય છે, જે 30મી જૂન, 2022ના રોજ પૂરા થતાં ત્રણ માસ માટે ગ્રાહક દિઠ Rs0.29 મિલિયનની સરેરાશ ધરાવે છે.

કંપનીનું ટીમવર્ક

30મી જૂન, 2022 સુધીમાં તે 150 જિલ્લાઓ, 8 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 311 શાખાઓનું નેટવર્ક ધરાવે છે. 6077 કર્મચારીઓના કાર્યબળ સાથે તેના ચાલુ ખાતાઓની સંખ્યા નાણાકીય વર્ષ 2018માં 33,157 હતી, જે વધીને 30 જૂન, 2022 સુધી 2,30,175 પર પહોંચી ગઇ છે. આ ઉપરાંત તે 2,250 રિલેશનશિપ ઓફિસર્સ સહિત 2,550 કર્મચારીઓની બિઝનેસ અને કલેક્શન ટીમ ધરાવે છે.

કંપનીના પ્રમોટર્સઃ લક્ષ્મીપથી દિનદયાલન, હેમા લક્ષ્મીપથી, શ્રીથા લક્ષ્મીપથી

કંપની પ્રમોટર્સનું હોલ્ડિંગ એટ એ ગ્લાન્સ

પ્રિ ઇશ્યૂ હોલ્ડિંગ40.07%
પોસ્ટ ઇશ્યૂ હોલ્ડિંગ33.65%

ઇશ્યૂની મહત્વની વિગતો

ફેસ વેલ્યૂરૂ. 1
પ્રાઇસ બેન્ડરૂ. 450- 474
લોટ સાઇઝ31 શેર્સ અને ગુણાંકમાં
ઇશ્યૂ સાઇઝરૂ. 1960 કરોડ
ઇશ્યૂ પ્રકારબુક બિલ્ટ આઇપીઓ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ

એપ્લિકેશન કેવી રીતે કરશો

એપ્લિકેશન સાઇઝલોટ્સકેટલાં શેર્સ માટેરકમ
Retail (Min)131₹14,694
Retail (Max)13403₹191,022
S-HNI (Min)14434₹205,716
B-HNI (Min)692,139₹1,013,886