અમદાવાદઃ રિયલ એસ્ટેટ ડેવલપર રૂસ્તમજી બ્રાન્ડની કંપની કીસ્ટોન રિઅલટર્સનો IPO છેલ્લા દિવસે 2.01 ગણો ભરાયો હતો. જો કે ઇશ્યૂને સંસ્થાકીય રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ રિટેલ રોકાણકારોએ કોઈ ખાસ રૂચિ દર્શાવી નથી. અંતિમ દિવસે સાંજ સુધીમાં રિટેલ પોર્શન માંડ 53 ટકા જ ભરાયો હતો. જ્યારે ક્યુઆઈબી અને એનઆઈઆઈ 3 ગણાથી વધુ સબ્સ્ક્રાઈબ્ડ થયા હતા. કંપની રૂ. 514-541ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 635 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેના શેર એલોટમેન્ટ 21 નવેમ્બરે અને લિસ્ટિંગ 24 નવેમ્બરે થશે.

ગ્રે માર્કેટમાં પણ આઇપીઓ અંગે મૌન….

વિવિધ બ્રોકરેજ હાઉસમાંથી 12 બ્રોકરેજ હાઉસે કીસ્ટોન રિઅલટર્સનો IPO ભરવા જ્યારે 1એ ન્યુટ્રલ ભલામણ કરી હતી. કીસ્ટોનના IPOની ગ્રે માર્કેટમાં કોઈ ચર્ચા જોવા મળી ન હતી. ગ્રે માર્કેટમાં આ IPO માટે બોલી લગાવવામાં ન આવતા કોઈ ગ્રે પ્રિમિયમ કે ગ્રે ડિસ્કાઉન્ટ જોવા મળ્યા ન હતા. બીજી બાજુ આજે ફાઈવ સ્ટાર બિઝનેસ અને આર્કિયન કેમિકલ્સના IPOના શેર એલોટ થવાના હતા. જેના શેર એલોટમેન્ટ આવતીકાલે રોકાણકારના ખાતામાં જમા થશે. લિસ્ટિંગ 21 નવેમ્બરે થશે.

Keystone અંતિમ દિવસે સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ (5.38 PM સુધી)

કેટેગરીસબ્સ્ક્રિપ્શન (x)
QIB3.84
NII3.03
રિટેલ0.53
કુલ2.01