સાઈ સિલ્ક કલામંદિરના રૂ. 1200 કરોડના IPOને સેબીની મંજૂરી
અમદાવાદઃ વુમન એથનીક વસ્ત્રોમાં અગ્રણી બ્રાન્ડ્સ કલામંદિર, વરામહાલક્ષ્મી સિલ્ક, KLM ફેશન મોલની પેરન્ટ કંપની સાઈ સિલ્ક કલામંદિર લિ.ને IPO દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સેબીની મંજૂરી મળી છે. કંપનીએ બજારમાંથી રૂ. 1200 કરોડ એકત્ર કરવા માટે જુલાઈ, 2022ના મધ્યમાં DRHP ફાઇલ કર્યું હતું.
કંપનીની કામગીરી વિશે
SSKL એ દક્ષિણ ભારતમાં વુમન એથનીક વસ્ત્રો, મુખ્યત્વે સાડીઓના સૌથી મોટા રિટેલર્સમાંનું એક છે. મુખ્યત્વે લગ્નો, પાર્ટીવેર , તેમજ પ્રસંગોપાત અને રોજિંદા ઉપયોગ માટે અલ્ટ્રા-પ્રીમિયમ અને પ્રીમિયમ સાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેઓ પુરુષોના એથનીક વેર, બાળકોના એથનીક વેર, અને ફ્યુઝન વેર અને મહિલાઓ, પુરુષો અને બાળકોનાં વેસ્ટર્ન વેર સહિત મૂલ્યવાન ફેશન વસ્તુઓને પણ પૂરી પાડે છે. SSKL કલામંદિર, મંદિર, વરામહાલક્ષ્મી સિલ્ક અને KLM ફેશન મોલ નામના ચાર અલગ-અલગ ફોર્મેટ સ્ટોર્સ તેમજ ઈ-કોમર્સ ચેનલો દ્વારા કાર્ય કરે છે, જેમાં તેની પોતાની વેબસાઇટ અને અન્ય ઓનલાઈન ઈ-કોમર્સ માર્કેટપ્લેસનો સમાવેશ કરે થાય છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
કંપનીએ FY22 માં 21.22% ના ROE અને 21.71% ના ROCE સાથે રૂ. 1129 કરોડની આવક અને રૂ. 57.69 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. સાઈ સિલ્ક કલામંદિર એ પ્રથમ મોટી સાડી રિટેલર છે જેણે IPO દ્વારા ભંડોળ ઊભું કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીએ તાજેતરમાં જ અન્ના નગરમાં ગયા મહિને તેનો 50મો સ્ટોર ખોલીને 50 સ્ટોર્સનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.