મુંબઈ: એવરસોર્સે પ્રમોટ કરેલ Accretive Cleantech Finance Private Ltd, જે ‘Ecofy’ તરીકે કાર્યરત છે, તેને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી નોન-ડિપોઝિટ લેતી નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપની (NBFC) તરીકે કામ કરવા નિયમનકારી મંજૂરી મળી છે. જે આ પ્રકારની પ્રથમ ગ્રીન રિટેલ NBFC બની છે.

મુંબઈ સ્થિત Ecofy ને રાજશ્રી નામ્બિયાર (Fullerton India Credit Companyના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ.) અને ગોવિંદશંકર નારાયણન (Tata Capital ના ભૂતપૂર્વ ગ્રુપ COO અને CFO) સાથે ભારતના અગ્રણી ક્લાઈમેટ ઈમ્પેક્ટ ઈન્વેસ્ટર Eversource Capital દ્વારા પ્રમોટ કરવામાં આવી છે.

નેટ ઝીરો કાર્બન વિશ્વ તરફ આગેકૂચ કરતાં ઈકોફાય નાના વેપારો અને વ્યક્તિગત ધિરાણ પૂરુ પાડશે. કંપની ઇલેક્ટ્રિક વાહનો (2 અને 3-વ્હીલર્સ), રૂફટોપ સોલાર અને એનર્જી-એફિશિયન્સી એમએસઈ માટે ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ ઓફર કરશે. Ecofy ની ઓફરિંગમાં લોન, લીઝ, વીમો, વોરંટી અને તમામ ગ્રીન જરૂરિયાતો માટે બાયબેકનો સમાવેશ થાય છે. Ecofy  ડિજિટલી ગ્રાહકના અનુભવના દરેક પાસાને સુધારવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

એવરસ્ટોન ગ્રૂપના વાઇસ ચેરમેન અને એવરસોર્સ કેપિટલના સીઈઓ ધનપાલ ઝાવેરીએ જણાવ્યું હતું કે, ભારતના આબોહવા પરિવર્તનના એજન્ડામાં અત્યંત જરૂરી ધિરાણના તફાવતને દૂર કરવા માટે Ecofys ડિજિટલ પ્રથમ ગ્રીન ધિરાણ વ્યવસાયનું નિર્માણ કરી રહ્યું છે. ગ્રીન એસેટ્સ અને બિઝનેસ માત્ર ક્લાઈમેટ પોઝીટીવ નથી પરંતુ મૂલ્ય સંવર્ધક પણ છે. ઇકોફાય ઈનોવેટિવ અને સુલભ ધિરાણ દ્વારા ગ્રીન એસેટને અપનાવવામાં અને બિઝનેસને તેમના ગ્રીન ટ્રાન્ઝિશનમાં સહાયક બનાવવામાં મદદ કરશે.

એવરસોર્સ અને એવર્સ્ટોન ગ્રૂપ વચ્ચે 50-50 પાર્ટનરશિપ છે. જે પ્રાઈવેટ ઈક્વિટી, ક્લાઈમટ ઈમ્પેક્ટ, લોજિસ્ટિક્સ, ડિજિટલ સહિતના ક્ષેત્રે 7 અબજ ડોલરથી વધુની  એસેટ્સ સાથે એશિયાના પ્રીમિયર ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ પૈકી એક છે.