અમદાવાદઃ 1994માં સ્થપાયેલી યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિ. તા. 30 નવેમ્બરના રોજ શેરદીઠ રૂ. 548- 570ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં 14481942 શેર્સના બુક બિલ્ડિંગ ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 2જી ડિસેમ્બરે બંધ થશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે.

ગુરદિપ સોની અને પરમજીતસિંઘ સોની દ્રારા પ્રમોટ કરાયેલી યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિ. એન્જિનિયર્ડ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સ ઉત્પાદન કરે છે. કંપની એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન, ફોરેસ્ટ્રી સહિતના માર્કેટમાં સિસ્ટમ્સ અને કોમ્પોનન્ટ્સની અગ્રણી સપ્લાયર છે. કંપની 25 દેશોમાં નિકાસ પણ ધરાવે છે. ભારતમાં કંપની લુધિયાણા, પંજાબ ખાતે બે અને વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં એક તેમજ નોઇડા, ઉત્તર પ્રદેશમાં બે ઉત્પાદન વ્યવસ્થા ધરાવે છે.

કંપની જ્યોર્જિયામાં વેરહાઉસિંગ અને ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા ધરાવવા ઉપરાંત નિકાસ કામગીરી માટે વિદેશોમાં વ્યવસ્થા પણ ધરાવે છે.

ઇશ્યૂ પૂર્વે અને પછી પ્રમોટર્સ હોલ્ડિંગ

ઇશ્યૂ પૂર્વે હોલ્ડિંગ75.54%
ઇશ્યૂ પછી હોલ્ડિંગ65.79%

ઇશ્યૂની સંભવિત તારીખો

વિગતસંભવિત તારીખ
ખૂલશેNov 30, 2022
બંધ થશેDec 2, 2022
એલોટમેન્ટDec 7, 2022
રિફંડDec 8, 2022
ડિેમેટમાં શેર્સDec 9, 2022
લિસ્ટિંગDec 12, 2022

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

સમયગાળોકુલ આવકોચોખ્ખો નફોTotal Borrowing
31-Mar-191062.4869.6345.63
31-Mar-20938.8462.64256.5
31-Mar-21947.6993.15127.78
31-Mar-221231.04166.89127.27
30-Jun-22347.7650.52114.66

(આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે)

યુનિપ્લાસ્ટ ઇન્ડિયાની IPO ડિટેઇલ્સ

કંપનીના ઇશ્યૂમાં લોટ સાઇઝ 25 શેર્સની હશે. રિટેલ રોકાણકારો 13 લોટ્સ એટલેકે 325 શેર્સ માટે રૂ. 187525 સુધીની અરજી કરી શકશે.

અરજીલોટશેર્સરકમ
રિટેલ (Min)125₹14,425
રિટેલ (Max)13325₹187,525
સ્મોલ એચએનઆઇ (Min)14350₹201,950
બીગ-એચએનઆઇ (Min)701,750₹1,009,750