અમદાવાદઃ માર્કેટબ્રેડ્થ નેગેટિવ બનવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટમાં સતત તેજીની ચાલ સાથે સેન્સેક્સ આજે વધુ 177.04 પોઇન્ટના સુધારા સાથે 62681.84 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા- ડે ટ્રેડ દરમિયાન 62687 પોઇન્ટની નવી ઊંચાઇએ આંબી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સળંગ 6 દિવસની સુધારાની ચાલમાં સેન્સેક્સે 1537 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે.

માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ સેન્ટિમેન્ટ પોઝિટિવ

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ301515
બીએસઇ362716631823

દરમિયાનમાં નિફ્ટી પણ મંગળવારે ઇન્ટ્રા-ડે 18678.10 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયા બાદ છેલ્લે 55.30 પોઇન્ટના સુધારા સાથે 18618.05 પોઇન્ટ બંધ રહ્યો હતો. આજે સેક્ટરોલ મૂવમેન્ટ સાવ સાંકડી રહેવા સાતે એફએમસીજી ઇન્ડેક્સ 1.73 ટકા સુધર્યો હતો. જ્યારે ટેલિકોમ અને કેપિટલ ગુડ્સ શેર્સમાં સાધારણ ઘટાડાની ચાલ રહી હતી.

રિલાયન્સ ચાર દિવસમાં રૂ. 155 ઊછળ્યો

DateOpenHighLowClose
23/11/222,579.002,579.002,552.152,556.45
24/11/222,566.002,592.002,548.352,582.55
25/11/222,583.052,624.152,581.352,617.05
28/11/222,601.352,721.602,585.002,708.05
29/11/222,704.102,730.502,693.402,711.05

સેન્સેક્સમાં સુધારાની આગેવાની પણ છેલ્લા ચાર દિવસથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઉઠાવી લીધી છે. છેલ્લા ચાર દિવસમાં શેર રૂ. 155 ઊછળ્યો છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સનો શેર સેન્સેક્સની વર્ષ દરમિયાનની બોટમથી ટોપ સુધીની ચાલ દરમિયાન સાયલન્ટ મોડમાં રહ્યો હતો. તેમાં સળંગ બીજા દિવસે રૂ. 2700ની સાયકોલોજિકલ સપાટી જળવાઇ રહી છે. જે દર્શાવે છે કે, માર્કેટ સેન્ટિમેન્ટ તેજી તરફી બની રહ્યું છે.

સેન્સેક્સ 6 દિવસમાં 1537 પોઇન્ટ ઉછળ્યો

DateOpenHighLowClose
21/11/202261,456.3361,456.3361,059.3361,144.84
22/11/202261,126.5661,466.6361,073.6861,418.96
23/11/202261,779.7161,780.9061,442.6961,510.58
24/11/202261,656.0062,412.3361,600.4262,272.68
25/11/202262,327.8862,447.7362,115.6662,293.64
28/11/202262,016.3562,701.4061,959.7462,504.80
29/11/202262,362.0862,887.4062,362.0862,681.84

સેન્સેક્સની બોટમ-ટોપ ચાલમાં રહી ગયેલાં શેર્સની મંગળવારની સ્થિતિ

કંપનીબંધ+/-%
વીપ્રો405.20-0.12
રિલાયન્સ2711.050.11
પાવરગ્રીડ219.30-0.97
ડો. રેડ્ડી4452.55+1.17