Bull and Bear -Stock Market Trends

અમદાવાદઃ સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા સાત દિવસથી નવી ટોચમાં ટ્રેડ થઈ રહ્યા છે. 200થી વધુ શેરો હજુ પણ તેમના 5-વર્ષના સરેરાશ PE સ્તરથી નીચે રમી રહ્યાં છે. રૂ. 500 કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતા શેરોનું વિશ્લેષણ દર્શાવે છે કે 201 સ્ક્રિપ્સનું મૂલ્યાંકન તેમની લાંબા ગાળાની સરેરાશની સરખામણીમાં વધ્યું નથી. કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણ શેરો બમણા થઈ ગયા છે. દીપક ફર્ટિલાઇઝર્સનો શેર વાર્ષિક ધોરણે 114 ટકા વધ્યો છે. બેન્ક ઓફ બરોડા અને વરુણ બેવરેજિસના શેર્સ પણ આ વર્ષે બમણાથી વધુ સુધર્યા છે. ACE ઇક્વિટી ડેટા દર્શાવે છે કે, લગભગ 58%ની વાર્ષિક ખોટ સાથે મિડકેપ આઇટી સ્ટોક ઝેન્સારનો શેર ટેક્નોલોજીસ પેકમાં ટોપ લૂઝર રહ્યો છે.

એવરેજ P/E લેવલથી નીચેની સપાટીએ રમતાં શેર્સ

સ્ટોકTTMPE5-વર્ષનું એવરેજ PEસ્ટોક રિટર્ન YTD
HDFC બેન્ક21.3723.888
ICICI બેન્ક22.0329.5326.5
HUL61.5163.17.02
SBI13.1932.0732.2
ભારતી એરટેલ75.69113.8622.46
HDFC20.0520.562.78
બજાજ ફાઇનાન્સ41.3748.42-2.83
કોટક મહિન્દ્રા બેન્ક28.0432.097.37
એક્સિસ બેન્ક14.9286.0931.37
એવન્યુ સુપરમાર્ટ્સ109.62131.13-16.36

બ્લુચીપ લાર્જકેપ શેરોમાં HUL હાલ તેના લોંગટર્મ P/E 63.10 સામે 61.5 P/E પર ટ્રેડેડે છે. બેન્કો અને અન્ય ફાઈનાન્સિયલ કંપનીઓની વેલ્યૂએશન તેના P/E કરતાં પ્રાઇસ-ટુ-બુક મૂલ્ય (P/B) વધુ છે. બેન્કો તેની બેલેન્સ શીટના કદના આધારે આવક મેળવે છે. એવન્યુ સુપરમાર્ટ તેની એવરેજ 131x કરતાં 110x પર, ટાઈટન તેની લોંગ ટર્મ એવરેજ P/E 131x સામે 73x પર ટ્રેડિંગ કરી રહ્યો છે.

રોકાણ કરતી વખતે રોકાણકારોએ અન્ય સંબંધિત વેલ્યુએશન પેરામીટર્સ તેમજ બિઝનેસ-સંબંધિત ફંડામેન્ટલ્સ ધ્યાનમાં લેવા જોઈએ. સસ્તા દેખાતા સ્ટોક્સની વેલ્યૂએશન નીચી હોવા પાછળનું કારણ જાણ્યા બાદ તેમાં રોકાણ કરવુ હિતાવહ રહેશે. વર્તમાન તેજી મોટાભાગે બેન્કો, એફએમસીજી, પીએસયુ, ઓટો અને મેટલ શેરોના ઉછાળાને પગલે છે, જેથી તે સિવાયની અન્ય સ્ક્રિપ્સને રોકાણકારો દ્વારા અવગણવામાં આવી છે. નિફ્ટીના 8% અપસાઇડની સામે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 12% YTD નીચે છે. બેન્કો ઉપરાંત, વિશ્લેષકો એફએમસીજી, રિયાલ્ટી, ઈન્ફ્રા અને ઓટો શેરોમાં તેજી ધરાવે છે.