નવી દિલ્હીઃ ટુ વ્હિલર્સ સેગમેન્ટમાં ફરી પાછો મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. હીરો મોટોકોર્પે નવેમ્બરમાં સૌથી વધુ 3,79,839 વાહનોના વેચાણ સાથે યાદીમાં ટોચ પર હતું. હીરોએ વાહનોના વેચાણની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે 32.26 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે. ગયા મહિને રોયલ એનફિલ્ડે અને હોન્ડાની કામગીરી પણ જોરદાર રહી હતી. હોન્ડાએ નવેમ્બર મહિનામાં 3,53,540 ટુ-વ્હીલરનું વેચાણ કર્યું હતું. આ ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીમાં 38.01 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કુલ વેચાણની દ્રષ્ટિએ કંપની બીજા ક્રમે છે.
રોયલ એનફિલ્ડે ગયા મહિને 65,750 વાહનોનું વેચાણ કર્યું હતું. વાર્ષિક ધોરણે કંપનીના વાહનોના વેચાણમાં 46.69 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ આંકડા દર્શાવે છે કે લોકોમાં બુલેટનો કેટલો ક્રેઝ છે. ટીવીએસ ટુ-વ્હીલરના વેચાણની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે છે. કંપનીએ 1,91,730 યુનિટ વેચ્યા છે. આ બ્રાન્ડના વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 8.97 ટકાનો વધારો જોવા મળ્યો છે.

બજાજના વેચાણમાં ઘટાડોઃ અગ્રણી ટુ-વ્હીલર બજાજને નવેમ્બર મહિનામાં વેચાણની દ્રષ્ટિએ નુકસાન થયું છે. કંપનીએ ગયા મહિને કુલ 1,23,490 વાહનોનું વેચાણ કર્યું હતું. આ રીતે વાર્ષિક ધોરણે કંપનીના વેચાણમાં 14.81 ટકાનો ઘટાડો નોંધાયો છે. સુઝુકીએ બીજા 63,156 યુનિટ્સ ટુ વ્હિલર્સ વેચ્યા હતાં. કંપનીના વેચાણમાં વાર્ષિક ધોરણે 13.46 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.


ટુ વ્હિલર્સના નવેમ્બર વેચાણો

બ્રાન્ડ

નવેમ્બર-22

નવેમ્બર-21

વાર્ષિક તફાવત (ટકામાં)

ઓક્ટોબર-22

માસિક તફાવત (ટકામાં)

Hero MotoCorp

3,79,839

3,49,393

8.7%

4,42,825

-16.6%

Honda

3,53,540

2,56,174

38%

4,25,000

-16.8%

TVS

1,91,730

1,75,940

8.9%

2,75,934

-30.5%

Bajaj

1,23,490

1,44,953

-15%

2,06,000

-40%

Royal Enfield

65,760

44,830

47%

76,528

-14%

Suzuki

63,156

55,662

21%

69,634

-8.9%