સોમવારે ખૂલેલા બે IPOને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ
અમદાવાદઃ ભારતીય શેરબજારમાં છેલ્લા એક સપ્તાહથી જારી વોલેટિલિટી વચ્ચે IPOમાં પણ સોમવારે યુનિપાર્ટ્સના નેગેટિવ લિસ્ટિંગના પગલે રોકાણકારોમાં થોભો અને રાહ જૂઓની નીતિ જોવા મળી રહી છે. આજે ખુલેલા બન્ને ઇશ્યૂને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ મળ્યો હોવાનું જોવા મળ્યું છે.
SULA VINEYARDSનો આઇપીઓ પ્રથમ દિવસે 28 ટકા જ ભરાયો
વાઈન પ્રોડ્યુસર અને સેલર સુલા વાઈનયાર્ડ્સ લિ.નો રૂ. 960.35 કરોડનો IPO આજથી 3 દિવસ માટે ખૂલ્યો છે. જેની પ્રાઈસ બેન્ડ રૂ. 340-357 અને માર્કેટ લોટ 42 શેર્સ છે. ગ્રે માર્કેટમાં રૂ. 30 પ્રિમિયમ ચાલી રહ્યા છે. પ્રથમ દિવસે માત્ર 28 ટકા ભરાયો હતો. જેમાં રિટેલ 48 ટકા, અને એનઆઈઆઈ 18 ટકા સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો.
સુલા વાઈનયાર્ડ્સ IPO સબ્સ્ક્રિપ્શન
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન(ગણો) |
QIB | 0.00 |
NII | 0.18 |
રિટેલ | 0.48 |
કુલ | 0.28 |
Abans Holdingsનો આઇપીઓ પણ પ્રથમ દિવસે 11 ટકા ભરાયો
ફાઈનાન્સિયલ સર્વિસિઝ પૂરી પાડતી Abans Holdingsનો IPO માત્ર 11 ટકા જ ભરાયો હતો. જેમાં રિટેલ 13 ટકા અને એનઆઈઆઈ 12 ટકા ભરાયો હતો. કંપની રૂ. 256-270ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 345.60 કરોડ એકત્ર કરવા માગે છે. લોટદીઠ 55 શેર્સ ઓફર કરશે.
Abans Holdings IPO સબ્સ્ક્રિપ્શન
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન(ગણો) |
QIB | 0.00 |
NII | 0.12 |
રિટેલ | 0.13 |
કુલ | 0.11 |
યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો આઇપીઓ 6 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ
આજે યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો IPO 0.34 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થયો હતો. રૂ. 577ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 575ના ભાવે લિસ્ટેડ થયા બાદ ડિસ્કાઉન્ટ વધ્યું હતું. જો કે, ઈન્ટ્રા ડે ન નફો ન નુકસાનની સપાટીએ અર્થાત 577ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. અંતે 6.49 ટકા ડિસ્કાઉન્ટે 539.55 પર બંધ રહ્યો હતો. નીચામાં 536.15 રહ્યો હતો. ગ્રે માર્કેટમાં રૂ. 7થી 10 ટકા પ્રિમિયમ સેકેન્ડરી માર્કેટમાં ચાલ્યા ન હતાં. ગ્રે માર્કેટમાં પ્રિમિયમ રૂ. 60 પ્રિમિયમ આસપાસ બોલાઇ ગયું હતું. ટૂંકમાં બહુ ગાજ્યા પછી નહિં વરસેલા આઇપીઓમાં યુનિટપાર્ટ્સ ઇન્ડિયાના આઇપીઓએ નામ નોંધાવ્યું છે.