કેલેન્ડર 2023 વોલેટિલિટીથી ભરપૂર રહેવા સાથે SENSEXની રેન્જ 48000- 68000 વચ્ચેની રહેવાની ધારણા
કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સનું ખાયા-પિયા કુછ નહિં ગિલાસ તોડા બારાઆના
કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન 50921.22 પોઇન્ટ અને 63583.07 પોઇન્ટની આશરે 13000 પોઇન્ટની વોલેટિલિટી જોવા મળી એ વાત ખરી પરંતુ. તા. 1 જાન્યુઆરીના 58310.09 પોઇન્ટની સપાટીથી તા. 24 ડિસેમ્બરના 59845.29 પોઇન્ટની બંધની વાત કરીએ તો કેલેન્ડર વર્ષ દરમિયાન સેન્સેક્સે માત્ર એકાદ હજારનો સુધારો નોંધાવ્યો છે. જે ખાયા- પિયા કુછ નહિં, ગિલાસ તોડાં બારાઆના જેવો ઘાટ થયો ગણાય. પરંતુ જો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો સંખ્યાબંધ સ્ક્રીપ્સ આસમાને તો સંખ્યાબંધ સ્ક્રીપ્સમાં લાખના બાર હજારનો ઘાટ પણ જોવા મળ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં જોવા મળી એવી વોલેટિલીટી જો 2023માં જોવા મળે તો છેલ્લા 13-14 માસથી જોવા મળતા એક્સપાન્ડીંગ ત્રિકોણની બાઉન્ડરીઓ 48000થી 68000 વચ્ચેની ચંચળતાનો નિર્દેશ કરે છે, તેથી અત્યંત સાવચેતીપૂર્વક અને ઝડપી નિર્ણયો લેવા માટેનું વર્ષ 2023 બની રહે એવી શક્યતા નકારી શકાય નહીં!
NIFTY: 17806.80ના સ્તરે બંધ રહ્યો છે. રેસીસ્ટન્સ લાઇન આગામી 5 દિવસ માટે 18340, 18295, 18250, 18210 અને 18165ના લેવલો ક્રોસ ન થાય ત્યાં સુધી ફ્રંટલાઇન શેરોમાં નવી પોઝીશન ક્રિએટ કરવાથી દૂર રહેવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
NSE IT 28710, 28545, 28385, 28225, 28065 ક્રોસ ન કરે ત્યાં સુધી નવી લેવાલીથી દૂર રહેવની સલાહ મળી રહી છે.
BANK NIFTY લોઅર ટોપ બન્યું છે અને 43240, 43120, 43000,42860 અને 42740ના લેવલ્સ ક્રોસ થાય નહિં ત્યાં સુધી નવી પોઝિશન બનાવવાથી દૂર રહેવાની સલાહ મળી રહી છે.
RELIANCE INDUSTRIES 2607, 2600, 2590, 2582 અને 2575ના લેવલ્સ ક્રોસ કરે નહિં ત્યાં સુધી નવા લેણથી દૂર રહેવાની સલાહ મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)