પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે મેઇનબોર્ડ એકપણ IPO નહિં
2 SME IPO, 5 RIGHTS ISSUES AND 5 NCD ISSUE સપ્તાહ દરમિયાન
અમદાવાદઃ સેકન્ડરી માર્કેટમાં હેવી વોલેટિલિટી અને નવા લિસ્ટેડ શેર્સમાં રોકાણકારોને ધાર્યા રિટર્ન નહિં મળવાના કારણે મેઇનબોર્ડ ઉપરના આઇપીઓ યોજવા માટે કંપનીઓ તા. 16મી જાન્યુઆરીથી કમુરતા ઉતરે તે અને યોગ્ય સમયની રાહ જોઇ રહી છે. તેના કારણે આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ ખાતે એકપણ આઇપીઓ યોજાશે નહિં. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ખાતે બે આઇપીઓ ખૂલી રહ્યા છે તે પૈકી એરિસ્ટોબાયોટેકનો આઇપીઓ તા. 16 જાન્યુઆરીએ અને ધરણી કેપિટલ સર્વિસનો આઇપીઓ તા. 18 જાન્યુઆરીએ ખૂલી રહ્યો છે. પાંચ કંપનીઓ રાઇટ્સ ઇશ્યૂ યોજી રહી છે. 5 નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર ઇશ્યૂ ઓલરેડી ખૂલી ચૂક્યા છે. જાન્યુઆરીમાં લિસ્ટેડ બન્ને મેઇનબોર્ડ આઇપીઓમાં રોકાણકારોને 10- 30 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. જેમાં સાહ પોલિમર્સના આઇપીઓમાં 30 ટકા આસપાસ પ્રિમિયમ જોવા મળ્યું છે.
જાન્યુઆરીમાં લિસ્ટેડ મેઇનબોર્ડ આઇપીઓની સ્થિતિ
Company | Listed On | Issue Price | Listing Day Close | Listing Day Gain | Last Price | Profit/Loss |
Sah Polymers | Jan 12 | 65 | 89.25 | 37.31% | 84.8 | 30.46% |
Radiant Cash Management | Jan 4 | 94 | 104.7 | 11.38% | 104.2 | 10.85% |
SME IPO CALENDAR AT A GLANCE
Issuer Company | Exchange | Open | Close | Issue Price (Rs) | Issue Size (Rs Cr) |
DHARNI Capital Service | BSE SME | Jan 18 | Jan 20 | 20.00 | 10.74 |
Aristo Bio-Tech and Lifescience | NSE SME | Jan 16 | Jan 19 | 72.00 | 13.05 |
જાન્યુઆરીમાં લિસ્ટેડ 5 SME IPOમાં પોઝિટિવ લિસ્ટિંગ
જાન્યુઆરી માસમાં લિસ્ટેડ પાંચેય એસએમઇ આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે. તે પૈકી એક્સપાન્ડ એનલોનમાં સૌથી વધુ 150 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. સૌથી ઓછું રિટર્ન રેક્સ સિંલિંગ એન્ડ પેકેજિંગમાં 7 ટકા આસપાસ છૂટી રહ્યું છે.
Company | Listed On | Issue Price | Listing Day Close | Listing Day Gain | Current Price | Profit/Loss |
Rex Sealing and Packing | Jan 12 | 135 | 143.85 | 6.56% | 144.1 | 6.74% |
SVS Ventures | Jan 12 | 20 | 21.5 | 7.5% | 22.55 | 12.75% |
Expand Anlon | Jan 10 | 100 | 263.65 | 163.65% | 249.85 | 149.85% |
RBM Infracon | Jan 4 | 36 | 55.1 | 53.06% | 48.75 | 35.42% |
Homesfy Realty | Jan 2 | 197 | 287.95 | 46.17% | 383.45 | 94.64% |
આ સપ્તાહે 5 નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર ઇશ્યૂ
જાન્યુઆરી તા. 2થી 9 દરમિયાન ખુલેલા પાંચ એનસીડી ઇશ્યૂઓ આ સપ્તાહે પણ ખુલ્લા રહેશે. તેમાં ઇન્ડિયા બુલ્સ કોમ. ક્રેડિટ, આઇઆઇએફએલ ફાઇનાન્સ, ઇન્ક્રેડ ફાઇનાન્સ, એડલવીસ ફાઇ. અને મુથુટ ફીન કોર્પનો સમાવેશ થાય છે.
NCD ISSUE CALENDAR AT GLANCE
Company Name | Issue Open | Issue Close | Issue Size – Base (Rs Cr) | Issue Size – Shelf (Rs Cr) |
Indiabulls Comm. Credit | Jan 05 | Jan 27 | 200 | 1000 |
IIFL Finance Limited | Jan 06 | Jan 18 | 1000 | 5000 |
Incred Fin. Service | Jan 09 | Jan 27 | 175 | 350 |
Edelweiss Fina. Services | Jan 03 | Jan 23 | 200 | 1000 |
Muthoot Fincorp | Jan 02 | Jan 27 | 200 | 200 |
રાઇટ્સ ઇશ્યૂ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
Company | Open | Close | Issue price | Issue Size (Rs Cr) | CMP |
Vaxfab Enterprises | Jan 18 | Feb 01 | 18.00 | 12.96 | 31.40 |
Aarti Surfactants | — | — | 555.00 | 49.52 | 641.70 |
Pacific Industries | Jan 19 | Feb 02 | 139.00 | 47.90 | 247.40 |
Jet Freight Logistics | Jan 20 | Jan 31 | 16.25 | 37.70 | 19.45 |
Alan Scott Industriess | — | — | 30.00 | — | 56.10 |
Evoq Remedies | — | — | 10.00 | 48.96 | 14.35 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)