RIL Q3માં નફામાં 4 ટકા આસપાસ સુધારો નોંધાવે તેવી આશા
કંપની 20 જાન્યુઆરીએ પરીણામો જાહેર કરે તેવી ધારણા
અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓક્ટોબર-ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રીજા ક્વાર્ટર માટે કોન્સોલિડેટેડ રેવન્યુ અને EBITDA (વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી)માં ડબલ ડિજિટ વૃદ્ધિ નોંધાવે તેવી ધારણા મોટાભાગના બ્રોકરેજ હાઉસ વ્યક્ત કરી રહ્યા છે. બ્રોકરેજના અંદાજના સરેરાશ આગલાં વર્ષના તેટલાંજ ગાળાની સરખામણીમાં ચોખ્ખો 4.4 ટકા વધીને રૂ. 16,366 કરોડ થવાની ધારણા છે અને આગલાં ત્રિમાસિકની સરખામણીમાં ચોખ્ખો નફો 19.7 ટકા વધવા સાથે આવક વાર્ષિક ધોરણે 21 ટકા વધીને રૂ. 2.23 લાખ કરોડ થવાની ધારણા સેવાય છે. કંપની તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરીણામો તા. 20 જાન્યુઆરીએ સાંજના સમયે કરે તેવી સંભાવના છે. મોટા ભાગના બ્રોકરેજ હાઉસ આરઆઈએલ સમગ્ર સેગમેન્ટમાં વ્યાપક-આધારિત વૃદ્ધિ કરે તેવી અપેક્ષા રાખે છે. રોકાણકારો સહિત તમામ વર્ગને હાલ તો રિટેલ અને જિયો વર્ટિકલ્સના પ્રદર્શન કેવાં રહેશે તે જાણવામાં રસ છે.