મારૂતિ સુઝુકીનો Q3 નફો 130 ટકા વધી રૂ. 2391 કરોડ

અમદાવાદઃ મારૂતિ સુઝુકીએ ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 130 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2391.5 કરોડ (રૂ. 1041.8 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 24.96 ટકા વધી રૂ. 29057.5 કરોડ (રૂ. 23253.3 કરોડ) થઇ છે. EBIT માર્જિન પણ 350 બેઝીસ પોઇન્ટ સુધરી 7.6 ટકા નોંધાયું છે. જ્યારે પ્રોફીટ માર્જિન વાર્ષિક ધોરણે 380 બેઝિસ પોઇન્ટના સુધારા સાથે 8.4 ટકા રહ્યું છે. ક્વાર્ટર દરમિયાન કંપનીના વાહન વેચાણ 8.2 ટકા વૃદ્ધિ સાતે 4.65 લાખ (4.03 લાખ) યુનિટ્સ નોંધાયા છે. સ્થાનિકબજારમાં 3.65 લાખ અને નિકાસ બજારમાં 64995 યુનિટ્સ વેચાયા હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે.
કંપનીનો શેર 3 ટકા ઊછળ્યો
પરીણામના પગલે કંપનીનો શેર બીએસઇ ખાતે 3.27 ટકાના ઉછાળા સાથે રૂ. 8698.60ની સપાટીએ બંધ રહ્યો હતો.