અમદાવાદઃ બુધવારે હેવી સેલિંગ પ્રેશરના કારણે નિફ્ટીએ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તોડી નાંખી છે. 17774 પોઇન્ટની તા. 22 ડિસેમ્બરની રોક બોટમ તોડે નહિં તે વાત માર્કેટમાં ચર્ચાની એરણે છે. બુધવારે 226 પોઇન્ટના કડાકા સાથે 17892 પોઇન્ટની સપાટીએ બંધ રહેલા નિફ્ટી માટે ટેકનિકલી એમ કહી શકાય કે, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું છે. મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ બન્યા છે. પુલબેકમાં નિફ્ટી 18000- 18050 પોઇન્ટ સુધરી પણ શકે છે. પરંતુ ટકી રહે તે જોવાનું મહત્વનુ રહેશે. કારણકે નીચામાં 17774 પોઇન્ટનું લેવલ બજેટના કારણે બગડે તો કંઇ કહેવાય નહિં. ટેકનિકલ ઇન્ડિકેટર્સ માટે ટેબલમાં આપેલાં લેવલ્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTY17892BANK NIFTY41214IN FOCUS
S117792S141214HEROMOTO (B)
S217692S240781BHARTIAIRTEL (B)
R118406S242407ONGC (B)
R218201R243166HCLTECH (S)

BANK NIFTY OUTLOK: SUPPORT 41214- 40781, RESISTANCE 42407- 43166

બુધવારે બેન્ક નિફ્ટીએ પણ 1086 પોઇન્ટના ગાબડાં સાથે 41648 પોઇન્ટની સપાટી નોંધાવવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ દર્શાવી છે. ટેકનિકલી બેન્ક નિફ્ટીમાં ભારોભાર વિકનેસ આવેલી છે. ઓવરબોટ ક્ન્ડિશન અને પીએસયુ બેન્ક્સમાં આસમાની સુલતાની ગમે ત્યારે ખાના-ખરાબી કરાવી શકે તેવી દહેશત વચ્ચે ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ અને મંદીવાળાઓની ફેવર કરી રહ્યા છે. પુલબેક રેલીમાં બેન્ક નિફ્ટી 41950- 42000 પોઇન્ટની સપાટી સુધી સુધરી શકે છે. ડે- ટ્રેડિંગ માટે ટેબલમાં આપેલાં લેવલ્સને ધ્યાનમાં રાખવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

Intraday Picks

BHARTIARTL (PREVIOUS CLOSE: 777) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs768- 773 for the target of Rs790 with a strict stop loss of Rs758.

ONGC (PREVIOUS CLOSE: 152) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs149-151 for the target of Rs156 with a strict stop loss of Rs147.

HCLTECH (PREVIOUS CLOSE: 1,123) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs1130- 1135 for the target of Rs1104 with a strict stop loss of Rs1145.

Market Les by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)