એસએમઇ પ્લેટફોર્મ ઉપર જયપુર સ્થિત શેરા એનર્જીનો આઇપીઓ તા. 7 ફેબ્રુઆરીએ

અમદાવાદઃ અદાણી એન્ટરપ્રાઇસિસના FPOમાં કંપનીએ રોકાણકારોને નાણા પરત કરીને ફરી વિશ્વાસ સંપાદિત કરવાનું કાર્ય કર્યું છે. અદાણી જૂથના શેર્સમાં જોવા મળેલું મંદીનું વાવાઝોડું ધીરે ધીરે શાંત પડી રહ્યું છે. પરંતુ સેકન્ડરી માર્કેટની મંદીનો પડઘો પ્રાઇમરી માર્કેટમાં નેગેટિવ પડી રહ્યો છે. જેના કારણે આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં એક પણ IPO યોજાશે નહિં. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ઉપર એનએસઇ ઇમર્જ ખાતે જયપુર સ્થિત શેરા એનર્જીનો IPO તા. 7 ફેબ્રુઆરીના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહ્યો છે. પ્રાઇમરી માર્કેટના નિષ્ણાતો આ ઇશ્યૂને આકર્ષક ગણાવી રહ્યા છે. ખાસ કરીને લિસ્ટિંગ ગેઇનની શક્યતા એટલાં માટે જણાય છે કે, ગ્રે માર્કેટમાં બિન સત્તાવાર પ્રિમિયમ રુ. 30-40 વચ્ચે બોલાઇ રહ્યું છે.

શેરા એનર્જીઃ IPO એટ એ ગ્લાન્સ

IPO DateFeb 7, 2023 to Feb 9, 2023
Face Value₹10 per share
Price₹55- ₹57
Lot Size2000 Shares
Issue Size6,176,000 shares
Fresh Issue1,048,000 shares
Offer for Sale5,128,000 shares
ListingNSE SME
Market MakerHOLANI CONSULTANTS PRIVATE LIMITED
Company PromotersMr. Sheikh Naseem, Mrs. Shivani Sheikh and M/s Isha Infrapower Private Limited are the Promoters of the Company.

જાન્યુઆરીમાં લિસ્ટેડ મેઇનબોર્ડ IPO પરફોર્મન્સ

કંપનીઈશ્યૂ પ્રાઇસછેલ્લોગેઇન/લોસ%
સાહ પોલિમર્સ658530
રેડિયેન્ટ કેશ મેનેજમેન્ટ949696

જાન્યુઆરીમાં લિસ્ટેડ એસએમઇ IPO પરફોર્મન્સ

કંપનીઇશ્યૂ પ્રાઇસછેલ્લોગેઇન/લોસ%
ટ્રાન્સવોય લોજિસ્ટિક્સ717810.21
ધરણી કેપિટલ2020.63
એરિસ્ટો બાયો-ટેક72753.7
ડ્યુકોલ ઓર્ગે.7811750
ઇસ્ટર્ન લોજિકા22525413
ચમન મેટાલિક્સ385954
એસવીએસ વેન્ચર2014-31.5
રેક્સ સિલિંગ135135.650.48
એનલોન ટેકનોલોજી10018686
આરબીએમ ઇન્ફ્રાકોન3692156
હોમસ્ફી રિયાલ્ટી197522165

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)