RCPLનું હોમ-પર્સનલ કેર રેન્જ સાથે પોર્ટફોલિયો વિસ્તરણ

મુંબઈ, 22 માર્ચ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL)એ તેના હોમ અને પર્સનલ કેર ઉત્પાદનોની શ્રેણીના લોન્ચ સાથે તેના એફએમસીજી પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી છે. આ પોર્ટફોલિયોમાં ગ્લીમર બ્યુટી સોપ્સ, ગેટ રિયલ નેચરલ સોપ્સ, પ્યુરિક હાઈજીન સોપ્સ, ડોઝો ડીશવોશ બાર અને લિક્વિડ, હોમગાર્ડ ટોઈલેટ અને ફ્લોર ક્લીનર્સ તથા એન્ઝો લોન્ડ્રી ડિટર્જન્ટ પાવડર, લિક્વિડ અને બારનો સમાવેશ થાય છે.
કંપની તેના વૈવિધ્યપૂર્ણ એફએમસીજી પોર્ટફોલિયોને વધુ મજબૂત કરવા માટે આગામી મહિનાઓમાં સમગ્ર ભારતમાં ઓમ્ની-ચેનલ ડિસ્ટ્રિબ્યુશન દ્વારા આ લોન્ચને આક્રમક રીતે આગળ વધારવાની યોજના ધરાવે છે જેમાં સોસિયો હજૂરીની હેરિટેજ બ્રાન્ડ્સ, લોટસ ચોકલેટ્સની કન્ફેક્શનરી રેન્જ, શ્રીલંકાની અગ્રણી બિસ્કિટ બ્રાન્ડ માલિબન તેમજ દૈનિક આવશ્યક વસ્તુઓની તેની પોતાની બ્રાન્ડ્સ ઇન્ડિપેન્ડેન્સ અને ગુડ લાઇફ તથા અન્યનો સમાવેશ થાય છે.