એરપોર્ટના વિકાસ માટે અદાણીએ 250 મિલિયન ડોલર મેળવ્યા
અદાણીએન્ટરપ્રાઇઝલિ.નીસંપૂર્ણમાલિકીનીપેટાકંપનીઅદાણીએરપોર્ટહોલ્ડિંગ્સલિ.(AAHL)એકંપનીના સંચાલન હસ્તકનાદેશના ૬ એરપોર્ટમાં શ્રેષ્ઠ સુવિધાઓ પુરી કરવાના હેતુથી સ્ટાન્ડર્ડચાર્ટર્ડબેંક (SCB) અનેબાર્કલેઝબેંકPLCનાકન્સોર્ટિયમમાંથી3-વર્ષનીECB સિનિયર સિક્યોર્ડ સુવિધા સાથે 250 મિલિઅન યુએસ ડોલરનું ફાયનાન્સિઅલ ક્લોઝર સફળતા પૂર્વક આખરી કર્યું હોવાની જાહેરાત કરી હતી.આ સુવિધામાં વધારાના 200 મિલીઅન ડોલર એકઠા કરવાનો વિકલ્પ છે. અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ.(AAHL) દ્વારા આ ફાળવણી તેના મૂડી વ્યવસ્થાપનની તેની યોજનાનું સૌ પ્રથમ સીમાચિહ્નરૂપ છે. તાજેતરમાં મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.એ એપોલોનું 750 મિલિયન યુએસ ડોલરની માતબર રકમનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ અને નવી મુબંઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.(NMIAL) માટે ડોમેસ્ટિક બેંકિંગ સિસ્ટમમાંથી 1.74 બિલિયન યુએસ ડોલરનું ફાઇનાન્સિયલ ક્લોઝર કર્યુ હતું. આ સાથે, અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ. (AAHL)એ યુએસ ડોલર 2.74 બિલીઅન સુધીની મૂડીના ત્રણ અલગ-અલગ પૂલને ટેપ કર્યા છે.
એલએન્ડટી કન્સ્ટ્રક્શનને જળ અને શુદ્ધિકરણ કોન્ટ્રાક્ટ મળ્યો
એલએન્ડટી કન્સ્ટ્રક્શનના પાણી અને પ્રદૂષક શુદ્ધિકરણ વ્યવસાયે ઝારખંડ સરકારના જળ સંસાધન વિભાગ પાસેથી એક ઇપીસી ઓર્ડર ફરી મેળવ્યો છે, જે ટર્નકી આધારે મસાલિયા રાનિશ્વર મેગાલિફ્ટ સિંચાઈ યોજનાનો અમલ કરવા સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટમાં સિદ્ધેશ્વરી નદીમાંથી પાણી પમ્પિંગ કરીને ઝારખંડ જિલ્લાના ડુમ્કા જિલ્લામાં કલ્ચરેબ્લ કમાન્ડ એરિયા (સીસીએ) 22,283 હેક્ટરને સિંચિત કરવા જળ પ્રદાન કરવાની કામગીરી છે. આ કાર્યમાં સિદ્ધેશ્વરી નદીમાં 158 મીટર લાંબી બેરેજનો સર્વે, ડિઝાઇન અને નિર્માણની કામગીરી સામેલ છે. વળી કાર્યના અવકાશમાં ઇનટેક અને ઇન્ટરમીડિએટ પમ્પ હાઉસનો સર્વે, ડિઝાઇન, ખરીદી, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનરિંગ, ચેમ્બર્સની ડિલિવરી, એમએસ, ડીઆઇ અને વિવિધ પરીઘ ધરાવતી એચડીપીઇ પાઇપલાઇન અને તમામ સંલગ્ન કાર્ય સાથે પાઇપલાઇનનું વિતરણ નેટવર્ક સામેલ છે. આ વ્યવસાયે ઝારખંડના ગઢવા જિલ્લામાં આવો જ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનો અમલ કર્યો છે. સિંચાઈ ક્ષેત્રમાંથી આ ઓર્ડર સાથે વ્યવસાયે ખેડૂતોને પાણીની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા અને સમગ્ર રાજ્યમાં કૃષિની વૃદ્ધિને વેગ આપવા ટેકનિકલ અને અમલીકરણ ક્ષમતા ધરાવવાની વિશ્વસનિયતાની પુષ્ટિ કરી છે. લાર્સન એન્ડ ટૂબ્રો ઇપીસી પ્રોજેક્ટ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં કાર્યરત ભારતીય બહુરાષ્ટ્રીય ગ્રૂપ છે. આ દુનિયાના 50થી વધારે દેશોમાં કાર્યરત છે. મજબૂત, ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને શ્રેષ્ઠ ગુણવત્તા હાંસલ કરવા માટે સતત કામગીરીને પગલે એલએન્ડટીએ આઠ દાયકામાં એના મુખ્ય વ્યવસાયોમાં લીડરશિપ મેળવી છે અને જાળવી છે.