અદાણી એન્ટરપ્રાઇસિસે રૂ. 20 હજાર કરોડના મેગા FPO માટે RHP ફાઇલ કર્યું
અમદાવાદઃ ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસિસે રૂ. 20,000 કરોડના મેગા FPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP)ફાઇલ કર્યું છે. એફપીઓ જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધીમાં યોજાય તેવી શક્યતા હોવાનું મનાય છે. અદાણી એન્ટરપ્રાઇઝ રિટેલ HNIને ટેપ કરવા દ્વારા સ્ટોકમાં લિક્વિડિટી વધારવા પ્રયાસ કરે તેવી પણ એક શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઈઝ સેબીની ફાસ્ટ-ટ્રેક એફપીઓમિકેનિઝમ હેઠળ આ સોદો શરૂ કરવા માંગે છે. 9 જૂન, 2020ના રોજ, સેબીએ લિસ્ટેડ કંપનીઓ દ્વારા વધુ જાહેર ઓફરોને ફાસ્ટ-ટ્રેક કરવા માટે લાગુ પડતી પાત્રતાની શરતોમાં રાહત આપતો પરિપત્ર બહાર પાડ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇસિસ FPOયસ બેન્કના અગાઉના રેકોર્ડને તોડીને, સૌથી મોટો એફપીઓ હશે. એફપીઓ હેઠળ અદાણી એન્ટરપ્રાઈઝ પાર્ટલી પેઈડ-અપ શેર્સ ઈશ્યૂ કરી શકે છે. જેમાં રિટેલ રોકાણકારોને ડિસ્કાઉન્ટ આપવાની શક્યતા છે. એફપીઓ હેઠળ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના પ્રમોટર્સનો હિસ્સો 3.5% ઘટી શકે છે. સપ્ટેમ્બર 2022 સુધીમાં, અદાણી એન્ટરપ્રાઇઝના 72.63% શેર્સ પ્રમોટરો પાસે હતા, જ્યારે બાકીના 27.37% શેર્સ પબ્લિક શેરહોલ્ડિંગ હતું. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જાહેર શેરધારકોમાં 4.03% શેર્સ ધરાવે છે.