• આ સુવિધા મારફત રાજસ્થાન રાજ્યમાં સોલાર અને વિન્ડ રિન્યુએબલ પ્રોજેક્ટ્સના 450 મેગાવોટના હાઇબ્રિડ પોર્ટફોલિયોને ધિરાણ કરશે
  • ગ્રીન લોનની આ સુવિધા  સેકન્ડ પાર્ટી ઓપિનિયન પ્રોવાઈડર દ્વારા ISS ESG દ્વારા પ્રમાણિત છે, જેમાં  પોષણક્ષમ અને સ્વચ્છ ઉર્જા અને જલવાયુ માટેના પગલામાં નોંધપાત્ર યોગદાન છે.
  • COP26 ના ભાગ રૂપે એનર્જી કોમ્પેક્ટ લક્ષ્ય દીઠ પ્રતિજ્ઞાનુસાર ૨૦૩૦ સુધીમાં 45 ગિગાવોટ રિન્યુએબલ ઉર્જા ક્ષમતાના લક્ષ્યને હાંસલ

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓના અગ્રણી સમૂહ સાથે હસ્તાક્ષર કરેલ ચોક્કસ કરારો દ્વારા તેના નિર્માણાધીન રિન્યુએબલ એસેટ પોર્ટફોલિયો માટે ૨૮૮ મિલીઅન અમેરિકી ડોલરની સુવિધા વધારીને તેના બાંધકામ ધિરાણ માળખાને ૧.૬૪ બિલિઅન ડોલર સુધી વિસ્તાર્યું છે. શરૂઆતમાં આ સુવિધા અદાણી ગ્રીન એનર્જી લિ.દૃવારા રાજસ્થાનમાં સ્થપાઇ રહેલા 450 મેગાવોટના સોલાર અને વિન્ડ રિન્યુએબલ પ્રોજેક્ટ્સના હાઇબ્રિડ પોર્ટફોલિયોને ધિરાણ કરશે. ગત માર્ચ ૨૦૨૧માં અદાણી ગ્રીન એનર્જી લિ.એ એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ સોદાઓમાં પૈકીના એકમાં ૧.૩૫ બિલીઅન ડોલરની બાંધકામ રિવોલ્વર સુવિધા આખરી કરી દીધી હતી. બાંધકામ સુવિધા એ કંપનીની મૂડી વ્યવસ્થાપન યોજનાનું મુખ્ય ઘટક છે, જે અમને ડીકાર્બોનાઇઝિંગ પાવર જનરેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ બનાવે છે એમ અદાણી ગ્રીન એનર્જીના મેનેજીંગ ડિરેકટર વિનીત એસ જૈને જણાવ્યું હતું. કંપનીએ 2030 સુધીમાં 45 ગિગાવોટ રીન્યુએબલ ઉર્જા પેદા કરવાની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે ભારત સરકારના રીન્યુએબલ એનર્જીના 450 દેશવ્યાપી લક્ષ્યાંકના દસ ટકા છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે મેન્ડેટેડ લીડ એરેન્જર અને દસ્તાવેજીકરણ તેમજ સંકલનકાર બેંક તરીકેની ભૂમિકા ભજવી છે. ભારત સ્થિત અદાણી સમૂહનો એક હિસ્સો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ૨૦. ગિગાવોટ ના એકંદર પોર્ટફોલિયો સાથે સૌથી મોટા વૈશ્વિક રિન્યુએબલ પોર્ટફોલિયો પૈકીનો એક ધરાવે છે, જેમાં ઓપરેટિંગ, અંડર-કન્સ્ટ્રક્શન, એવૉર્ડ અને એક્વિઝિશન હેઠળની સંપત્તિઓ ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝનો સમાવેશ થાય છે. કંપની યુટિલિટી-સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ વિકસાવે છે, બનાવે છે, માલિકી ધરાવે છે, સંચાલિત કરે છે અને જાળવે છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને વિવિધ રાજ્ય ડિસ્કોમનો સમાવેશ થાય છે. ૨૦૧૮ માં લિસ્ટેડ, અદાણી ગ્રીન એનર્જી લિ. આજે USD ૩૯ બિલિયન માર્કેટ કેપ કંપની છે.